કોરોના કાળમાં ન્યુમોનિયાના દરેક દર્દી પોઝીટીવ હોય તે જરૂરી નથી

25 November 2021 12:29 PM
Ahmedabad Gujarat
  • કોરોના કાળમાં ન્યુમોનિયાના દરેક દર્દી પોઝીટીવ હોય તે જરૂરી નથી

વિમા કંપનીને સબક શિખડાવતા મેડીકલેમ ધારક: કોવિડ નેગેટીવ છતાં સારવાર ખર્ચમાં કોરોના માપદંડ લગાવ્યા

અમદાવાદ: કોરોના સંક્રમણમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જાહેર કરાયેલા રૂા.50000ના વળતર માટે એકતરફ હજારો કુટુંબો સરકારની એકથી બીજી કચેરી વચ્ચે ધકકા ખાઈ રહ્યા તે વાસ્તવિકતા નિહાળ્યા બાદ હવે સરળ પ્રક્રિયા અમલમાં મુકાઈ છે પણ બીજી તરફ હવે કોવિડમાં મેડીકલેમમાં વિમા કંપનીઓ કો-મોર્બીડીટીના અને ખાસ કરીને કોવિડ બાદ ન્યુમોનીયામાં જે દર્દીઓ એ હોસ્પીટલ સારવાર લીધી છે.

તેઓને કોવિડ સારવાર પાછળ જે મેડીકલ ખર્ચ થયો છે તે રકમનું વળતર આપવા માટે વિમા કંપનીએ ઈન્કાર કરતા નવો વિવાદ સર્જાયો છે. રાજકીય જીલ્લાના ધોરાજીના દિલીપભાઈ કોરડીયા એ શહેરની ગ્રાહક અદાલતનો સંપર્ક કરીને વિમા કંપનીએ તેના પુત્રની સારવારના બિલમાં જ 50% ખર્ચ બાદ આવ્યો નથી તેથી તેમણે ગ્રાહક અદાલતમાં જ દાવો કરતા વિમા કંપનીને સમાધાનની ફરજ પડી હતી. આ કેસની માહિતી મુજબ દિલીપભાઈ કોરડીયાએ તેમના પુત્ર મીતનો સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈુસ્યુરન્સ લી. પાસેથી તેમના પુત્ર મીતનો રૂા.7.25 લાખનો મેડીકલેમ લીધો હતો.

મીતને 29 સપ્ટે. 2020ના રોજ બિમારીના કારણોસર અહીની એક મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયેલા હતા અને તેમને વાયરલ ન્યુમોનીયાની સારવાર અપાઈ હતી અને તા.5 ઓકટોના ડિસ્ચાર્જ કરતા જ હોસ્પીટલનું રૂા.2.04 લાખનું બીલ પેઈડ કરી તેનું વળતર મેળવવા વિમા કંપની સમક્ષ દાવો કર્યો હતો.દર્દીની ડિસ્ચાર્જ સમરીમાં હોસ્પીટલે મીત વાયરલ ન્યુમોનીયાથી પીડીત હતા તેવું સર્ટી અપાયું હતું અને કોવિડ પોઝીટીવ ન હતા અથવા નેગેટીવ હતા તેવું પણ સ્પષ્ટ જણાવ્યું હતું છતાં પણ વિમા કંપનીએ વાયરલ ન્યુમોનીયાની સારવારમાં કોવિડ પોઝીટીવ ગણાવીને સુરત મ્યુ. કોર્પો.ના સર્કયુલર મુજબ બિલમાં કોવિડ સારવારના ખર્ચની ગણતરી કરીને કુલ રૂા.1.01 લાખ ચુકવવા ઈન્કાર કરતા

આ વિવાદ ગ્રાહક અદાલત સમક્ષ આવ્યો અને રૂા.97000ની રકમનો કલેમ ખોટી રીતે નકારાયો હતો તેવી રજુઆત કરી હતી. તેઓની દલીલ હતી કે મીતને ન્યુમોનીયાની સારવાર અપાઈ હતી. તેમ છતાં વિમા કંપનીએ કોવિડ પોઝીટીવ તરીકે ગણીને સારવારની ખર્ચમાંથી વળતર ઘટાડી દીધું પણ વિવાદ ગ્રાહક અદાલતમાં પહોંચતા તુર્ત જ વિમા કંપનીએ આ કલેમ સેટલ કરવા ઓફર કરીને સામાન્ય રકમ બાદ રૂા.83000નો વધારાની રકમ મંજુર કરતા કેસ પાછો ખેચાયો છે. આમ જાગૃત વ્યક્તિએ વિમા કંપનીને પણ લાઈન પર લાવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement