ગોંડલ નજીક અકસ્માતમાં જાન ગુમાવનારા મૃતકોના વારસદારોને ચાર-ચાર લાખની સહાય અપાશે

25 November 2021 12:47 PM
Gondal
  • ગોંડલ નજીક અકસ્માતમાં જાન ગુમાવનારા મૃતકોના વારસદારોને ચાર-ચાર લાખની સહાય અપાશે

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ, તા. 25
ગોંડલ નેશનલ હાઇવે ઉપર બિલિયાળા પાસે કાર અને એસટી બસ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 6 માનવ જિંદગી હોમાઈ જતા કઠણ કાળજનો માનવી પણ કંપી ઉઠ્યો હોય ત્યારે જસદણ અને ગોંડલ ના આગેવાનોએ ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી ને સહાય અંગે રજુઆત કરતા તુરંત સહાય મંજુર થવા પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નેશનલ હાઈવે બિલીયાળા પાસે ગમખ્વાર અકસ્માતમાં મૂંજીયાસરના એકજ પરિવારના છ લોકો કાળનો કોળીયો બન્યા હોય ઘટનાની જાણ જસદણ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયા, જ્યોતિરાદિત્ય જયરાજસિંહ જાડેજા તેમજ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ સમીરભાઈ કોટડીયા અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડને થતા તાકીદે પાંચ પોસ્ટમોર્ટમ ગોંડલ અને એક રાજકોટમાં ખાતે કરાવવામાં મદદ કરી છ છ મૃતદેહને સુરત મોકલી આપવાની વ્યવસ્થા કરી હતી.

આ ઉપરાંત અલ્પેશભાઈએ બનાવ અંગે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઇ બોઘરા ને વાકેફ કર્યા હતા તેઓએ તાત્કાલિક પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને માહિતી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તેમજ અકસ્માતમાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતકના વારસદારને રૂપિયા 4 લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવાની જાહેરાત કરી હતી.


Loading...
Advertisement
Advertisement