ઓખા પાસેની સરકારી શાળામાં 22 હજારના ઉપકરણોની ચોરી

25 November 2021 12:48 PM
Veraval
  • ઓખા પાસેની સરકારી શાળામાં 22 હજારના ઉપકરણોની ચોરી

તસ્કરો સીસીટીવી સહિતના સાધનો લઇ ગયા

(કુંજન રાડીયા) ખંભાળીયા, તા. 25
ઓખાથી આશરે 27 કિલોમીટર દૂર મુળવેલ ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ગત તારીખ 14 નવેમ્બરથી 22 નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન તસ્કરોએ ખાતર પાડી, શાળામાં જી.ઈ.સી. પ્રોજેક્ટ યોજના અંતર્ગત ફાળવવામાં આવેલા નવ નંગ સીસીટીવી કેમેરા તથા બે નંગ ડી.વી.આર. અને એક મોનીટર પૈકી ચાર સીસીટીવી કેમેરા અને આશરે 30 મીટર જેટલો ઈલેક્ટ્રીક સર્વિસ વાયર ચોરી કરીને લઇ ગયા હતા.

આમ, પ્રાથમિક શાળામાંથી કુલ રૂપિયા 22,200ના મુદ્દામાલની ચોરી થવા સબબ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાયમલભા સુમરાભા સુમણીયાની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે આઈ.પી.સી. કલમ 379 મુજબ ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


Loading...
Advertisement
Advertisement