ભાવનગર ઝોનની ચાર જિલ્લાની 27 નગરપાલિકાઓની સમીક્ષા બેઠક યોજાઈ

25 November 2021 12:55 PM
Bhavnagar
  • ભાવનગર ઝોનની ચાર જિલ્લાની 27 નગરપાલિકાઓની સમીક્ષા બેઠક યોજાઈ

ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડ દ્વારા : છેલ્લા પાંચ વર્ષમાં રૂ।.38,500 કરોડની ગ્રાન્ટ વિકાસલક્ષી કાર્યો માટે ફાળવાઈ

ભાવનગર,તા.25
ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ડો.ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સબોર્ડના ચેરમેન ડો.ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં ઝોનવાઈઝ નગરપાલિકાઓની સમિક્ષા બેઠક યોજાઈ રહી છે તે અંતર્ગત ભાવનગર ઝોનની 4 જિલ્લાઓની 27 નગરપાલિકાઓ માટે ભાવનગર ખાતે ઝવેરીચંદ મેઘાણી હોલ ખાતે રીવ્યુ બેઠક યોજવામાં આવેલ હતી.

અમરેલી જિલ્લાની અમરેલી નગરપાલિકા, સાવરકુંડલા નગરપાલિકા, રાજુલા નગરપાલિકા, બગસરા નગરપાલિકા, જાફરાબાદ નગરપાલિકા, લાઠી નગરપાલિકા, બાબરા નગરપાલિકા,ચલાલા નગરપાલિકા, દામનગર નગરપાલિકા, ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ-પાટણ નગરપાલિકા, ઉના નગરપાલિકા, કોડીનાર નગરપાલિકા, સુત્રાપાડા નગરપાલિકા, તાલાલા નગરપાલિકા, જૂનાગઢ જિલ્લાની કેશોદ નગરપાલિકા, માંગરોળ નગરપાલિકા, માણાવદર નગરપાલિકા, ચોરવાડ નગરપાલિકા, વિસાવદર નગરપાલિકા, વંથલી નગરપાલિકા, બાટવા નગરપાલિકા, ભાવનગર જિલ્લાની મહુવા નગરપાલિકા, પાલીતાણા નગરપાલિકા, ગારીયાધાર નગરપાલિકા, તળાજા નગરપાલિકા, વલ્લભીપુર નગરપાલિકાની રીવ્યુ બેઠક યોજાઈ હતી, જેમાં નગરપાલિકાઓના પ્રગતિના કાર્યોનો રીવ્યુ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખ ભંડેરીએ જણાવેલ કે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના માધ્યમથી છેલ્લા 5 વર્ષમાં રાજયની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને રૂ।.38,500 કરોડની ગ્રાન્ટ પુરી પાડવામાં આવી છે. જેનાથી નગરપાલિકા વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર, પાણીની સુવિધાઓ, કોમ્યુનીટી હોલ સહિતની વિવિધ સુવિધાઓ સાકાર થઈ છે.તેમજ જનલક્ષી સુવિધાથી લોકોના જીવન ધોરણમાં સુધારો આવ્યો છે. નગર હવે લવેબલ અને લીવેબલ બનવા લાગ્યા છે. લોકોની પાયાની જરૂરીયાત સાથે બાગ-બગીચા વગેરેની સુવિધાઓ ઉભી કરી મહાનગર જેવી સુવિધાઓ આ નગરપાલિકા વિસ્તારોમાં પણ ઉભી કરવામાં આવી રહી છે.

ત્યારે આ અંતર્ગત ઉપસ્થિત નગરપાલિકાઓના પ્રમુખ-ચીફ ઓફીસરોને વિવિધ યોજનાઓ અને તેના અમલીકરણ માટે ફાઈનાન્સ બોર્ડ દ્વારા વિકાસના કાર્યો માટે પુરતી અંતમાં ડો.ધનસુખ ભંડેરીએ ઉપસ્થિત નગરપાલિકાઓના અધિકારીઓ-પદાધિકારીઓને પ્રગતિમાં રહેલા કાર્યોનું વખતોવખત ફોલોઅપ લઈ તેમાં ગતિશીલતા લાવીને નગરને આદર્શ નગર બનાવવા કટીબદ્ધ થવા જણાવેલ હતું. આ તકે ધનસુખ ભંડેરીના હસ્તે સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજયમાં ધ્વીતીય ક્રમાંકે આવેલ કોડીનાર નગરપાલિકા તેમજ સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રક્રમે રહેનાર નગરપાલિકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના સીઈઓ પટ્ટણીએ ભાવનગર ઝોનની 27 નગરપાલિકાઓના કાર્યોની વિષદ સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠકમાં પ્રાદેશીક કમિશ્નર નગરપાલિકાની કચેરીના અધિક કલેકટર આર.આર.ડામોર, ભાવનગર પ્રાદેશિક કમિશ્નર કચેરીના સીનીયર અધિકારી ભરતભાઈ વ્યાસ, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના નટુભાઈ દરજી, ધીરેનભાઈ, ભાવીનભાઈ તથા વિવિધ નગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફીસરો, એન્જીનીયરો ઉપસ્થિત રહ્યા હતાં.


Loading...
Advertisement
Advertisement