ગોંડલના નાગડકાના આગેવાન એસ્ટ્રોસીટીના ગુનામાં નિર્દોષ જાહેર

25 November 2021 01:02 PM
Gondal
  • ગોંડલના નાગડકાના આગેવાન એસ્ટ્રોસીટીના ગુનામાં નિર્દોષ જાહેર

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. 25
ગોંડલ તાલુકાના નાગડકા ગામના આગેવાન વિરુદ્ધ ચાર વર્ષ પહેલા ગામના ઉપસરપંચ ના પતિ દ્વારા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા અંગે એટ્રોસીટીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે અંગેનો કેસ અત્રેની એસ્ટ્રોસીટીની સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા ન્યાયમૂર્તિએ આરોપીને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના નાગડકા ગામે રહેતા ઉપસરપંચના પતિ પ્રેમજીભાઈ દેવશીભાઈ જોગલ દ્વારા વર્ષ 2017માં ગામના જ આગેવાન રાજેશભાઈ સખીયા વિરુદ્ધ આઈપીસી કલમ 506(2) તથા એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે અંગેનો કેસ અત્રેની સ્પેશિયલ એસ્ટ્રોસીટી કોર્ટ ના ન્યાયમૂર્તિ હાર્દિક પિનાકીન મહેતા ની સમક્ષ ચાલી જતાં ન્યાયમૂર્તિએ મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇ રાજેશભાઈ સખીયાને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો હતો.

આ બનાવ અંગે રાજેશભાઈ એ જણાવ્યું હતું કે તેઓ ઉપર માત્રને માત્ર રાજકીય રાગ-દ્વેષ રાખી ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી હતી ઉપરોક્ત કેસના ફરિયાદી પ્રેમજીભાઈ જોગલ દ્વારા ગૌચર નું દબાણ કરાયું હોય અને તેમજ આ કેસના કેટલાક સાક્ષીઓ દ્વારા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય જે અંગે રાજેશભાઈ દ્વારા ફરિયાદો કરવામાં આવતા તેનો રાગદ્વેષ રાખી ખોટી ફરિયાદ ઉપજાવવામાં આવી હતી પરંતુ ન્યાયાલયમાં ખોટી ફરિયાદ ઉભી ન રહેતા તેમનો નિર્દોષ છુટકારો થવા પામ્યો હતો.


Loading...
Advertisement
Advertisement