ગોંડલમાં ગોવિંદકુંજ હવેલીના ભૂમિપૂજન પ્રસંગે શ્રીકૃષ્ણ કથામૃત મહોત્સવનું આયોજન

25 November 2021 01:06 PM
Gondal
  • ગોંડલમાં ગોવિંદકુંજ હવેલીના ભૂમિપૂજન પ્રસંગે શ્રીકૃષ્ણ કથામૃત મહોત્સવનું આયોજન

તા. 5ના ભૂમિપૂજન થશે : તડામાર તૈયારીઓ

ગોંડલ,તા. 25
ગોંડલ ખાતે નિર્માણાધીન શ્રી ગોવિંદ કુંજ હવેલીના ભૂમિપૂજન અવસરે શ્રીકૃષ્ણ કથામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. ગોંડલ શહેરના જેતપુર રોડ પર નારાયણનગરમાં શ્રી ગોવિંદ કુંજ હવેલીનું નિર્માણ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, મનોરથી સંતોકબેન કેશવજીભાઇ ધડુક, જયશ્રીબેન કાનજીભાઈ ધડુક, નાથાલાલ કાંતિલાલ કાનાબાર, ભાવિનભાઈ નાથાલાલ કાનાબાર સહિતના વૈષ્ણવ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું હોય આ અવસરે તા. 28 નવેમ્બર થી તા. 4 ડિસેમ્બર દરમિયાન શ્રીકૃષ્ણ કથામૃત મહોત્સવ યોજવામાં આવેલ છે. પ્રવક્તા વૈષ્ણવાચાર્ય ગોવર્ધનનાથજી મહોદય રહેશે પ્રેરક સર્વાધ્યક્ષ વૈષ્ણવ આચાર્ય શ્રીમદ્ દામોદર લાલજી મહારાજ કડી અમદાવાદ સુરત મુંબઈ અને અધ્યક્ષ વૈષ્ણવાચાર્ય શ્રી હરિરાયજી મહોદય રહેશે ભૂમિ પૂજન તા. 5 ડિસેમ્બર રવિવારના 9:00 થી શરૂ કરવામાં આવનાર છે.


Loading...
Advertisement
Advertisement