સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામે આહિર સમાજના સમુહલગ્ન યોજાયા

25 November 2021 01:08 PM
Veraval
  • સુત્રાપાડા  તાલુકાના હરણાસા ગામે આહિર સમાજના સમુહલગ્ન યોજાયા

સાત દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડયા

(દેવાભાઈ રાઠોડ) પ્રભાસપાટણ તા 25
સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામે તારીખ 22 11 2021 ના રોજ આહીર સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું જેની અંદર સાત યુગલોએ પ્રભુતામાં પગલા પાડેલ આ સમૂહ લગ્નની વિશેષતા એ છે કે એક જ મંડપ નીચે તમામ પ્રકારની લગ્ન વિધિ મંડપ રોપણ, બારોટને ચોપડે નામકરણ, માંડવો ,રાંદલ તેડા અને સપ્તપદી બધું એક જ મંડપ નીચે અને તે પણ સમસ્ત ગામ ની હાજરીમાં સાદગીથી લગ્ન સંપન્ન કરેલ છે.

આજના યુગની અંદર સાદગીથી અને એક જ મંડપ નીચે લગ્ન કરી અને ખોટા ખર્ચાઓ થી સમાજને બચાવવા નું એક અનેરૂ ઉદાહરણ હરણાસા આહીર સમાજ દ્વારા સંચાલિત સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.જેને તમામ સમાજના લોકો પણ આવકારે છે.

આ સમુહલગ્ન મા ત્રણ દિવસ સુધી સમગ્ર ગામજનો સાથે રહેલ અને સાથે ભોજન કરેલ અને આખુ ગામ સાથે મળીને સાદગી પૂર્વક સમૂહ લગ્ન સંપન્ન કરેલા આત તકે તાલાલાનાં ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ, સામાજીક અગ્રણી જગમાલ ભાઈ વાળા, શિક્ષણ સમિતિ ના ચેરમેન વિક્રમ ભાઇ પટાટ, તાલુકા પંચાયત સદસ્ય જેન્તી ભાઇ બારડ સહિત અન્ય સમાજના અગ્રણીઓ અને ગામ લોકો હાજર રહ્યા હતા કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સમૂહ લગ્ન સમિતિ ના હોદેદારો અને સમગ્ર ગામજનો તેમજ યુવાનો એ જહેમત ઉઠાવી હતી.


Loading...
Advertisement
Advertisement