અલંગના ખદરપર ગામે ડોકટર પર હુમલો

25 November 2021 01:08 PM
Bhavnagar
  • અલંગના ખદરપર ગામે ડોકટર પર હુમલો

નશાખોર શખ્સે છરી મારી : રૂા.30 હજારની લૂંટની પણ ફરીયાદ

ભાવનગર, તા.25
ભાવનગર જિલ્લાના અલંગ પાસેના ખદરપર ગામે ડોકટર પર પીધેલા શખ્સે હુમલો કરી રોકડની લૂંટ ચલાવતા ચકચાર ફેલાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ અલંગ પોલીસ મથકમાં ખદરપર ગામે રહેતા અને આયુર્વેદિક દવાખાનું ચલાવતા ખીમજીભાઈ ભલાભાઈ ભાલિયા ઉ.વ 37 એ નોંધાવેલ ફરિયાદ મુજબ ગઈકાલે બપોરે તેઓ પોતાના દવાખાને હતા.એ સમયે ગામના જયપાલસિંહ મીઠુંભા ગોહિલ આવેલ.રસોળી નું નિદાન કરાવવા માટે વાત કર્યા બાદ તેઓ દવાખાનામાં જ બેઠા રહ્યા હતા.આથી ડોક્ટરએ બેસવાનું કારણ પૂછતાં નશાની હાલત માં હોય હુમલો કરેલ અને દવાખાનાના બિલના આવેલ રોકડ અને અન્ય રકમ મળી રોકડ ત્રીસ હજાર ની લૂંટ ચલાવી હતી.ડોક્ટર ભાગવા જતા આરોપીએ છરીનો છુટ્ટોઘા કરતા કપાળમાં ઇજા થવા પામી હતી. હુમલો કરનારે સમાજ વિશે પણ અપમાન જનક ભાષામા વાતકરી હોવાનો ફરિયાદ માં પોલીસે ઉલ્લેખ કર્યો છે.


Loading...
Advertisement
Advertisement