સાવરકુંડલા વોર્ડ નં.5માં રોડના કામમાં ગટરની કુંડી તુટતા દુર્ગંધ-ગંદકીની સમસ્યા

25 November 2021 01:11 PM
Amreli
  • સાવરકુંડલા વોર્ડ નં.5માં રોડના કામમાં ગટરની કુંડી તુટતા દુર્ગંધ-ગંદકીની સમસ્યા

છ માસથી ત્રસ્ત રહીશોએ આવેદનપત્ર આપ્યું

હાથસણી રોડ, ખોડીયાર નગર સોસયટીના વોર્ડનં.5 હાલ નવા આર.સી.સી. રોડ બનાવવા માટે આશરે 6 થી 7 મહીના પહેલા ખોદકામ કરેલ છે. ખોદકામ કરયા બાદ આજ દીન સુધી રસ્તો પુરો કરવામાં આવેલ નથી. તેમજ આ રોડના ખોદકામના કારણે 20 જેટલા ઘરના રહીશોને તકલીફ પડેલ છે.તેમજ રોડનું ખોદકામ કરવામાં આવ્યું ત્યારે કેટલીય જગ્યાએ ગટરની કુંડીઓ તોડી નાખી છે. તેમજ આજ દિન સુધી 2252 કરવામાં આવેલ નથી.તેના કારણે ગદકી ઘાય છે.અને માણસો બીમાર પડે છે. તેમજ રસ્તો દબાણ હોવાથી અધુરો રસ્તો બનાવવામાં આવે છે. અહીના સ્થાનીક લોકો દલિત જાતી હોય જેથી આઝાદી પુર્વે દલિતો સાથે જેઓમોયુ ભર્યું વર્તન કરવામાં આવતુ તેવુજ વતેન નગરપાલીકા દ્વારા કરવામાં આવી રહ્યું છે.જેથી અમોની લાગણી દુભાય રહી છે. પોતાના કામ ધંધા રોજગાર પાડી ને જીવન જરૂરીયાત રસ્તા માટે વલખામારતા 30 થી 35 ઘર કુંટુબ પરીવારજનોની અરજ આપ સાહેબને ઉપર જણાવ્યાં વંચાણે ધ્યાનેલઈ તાતકાલીક ધોરણે અમારી જરૂરીયાત પુરી પડી રહે તેમજ રસ્તાની લાચારી અનુભવી રહીયાછે.ત્યારે તંત્રને વારંમવાર રજુઆત કરવા છતા પણ આજદીન સુધી કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી.


Loading...
Advertisement
Advertisement