મોટીપાનેલીમાં કાલે નિ:શૂલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાશે

25 November 2021 01:12 PM
Dhoraji
  • મોટીપાનેલીમાં કાલે નિ:શૂલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાશે

લોહાણા મહાજન વાડીમાં આયોજન

ઉપલેટા,તા.25
મોટીપાનેલીમાં આવતીકાલે તા.26/11ને શુક્રવારે લોહાણા મહાજનવાડી ખાતે સવારના 9.30 કલાકથી બપોરના 12.30 કલાક સુધી નિ:શુલ્ક નેત્ર નિદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના તબીબી દ્વારા અત્યાધુનિત ફેકો મશીન દ્વારા લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે.જેમાં દર્દીને રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો દર્દીઓના ચા પાણી નાસ્તો દવા ટીપા વગેરે મફત આપવામાં આવશે ઓપરેશન થયાની સુવિધા તેમજ હોસ્પિટલ દ્વારા કેમ્પના સ્થળે પરત મુકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે. આ કેમ્પ તા.26/11ને શુકવારે લોહાણા મહાજન વાડી મોટી પાનેલી ખાતે યોજાશે. આ અંગેની વિશેષ વિગતો માટે પ્રફુલભાઈ દાવડા, 9979441822 તથા પ્રફુલભાઈ શિંગાળા, 7016088744નો સંપર્ક કરવા જણાવાયું છે.


Loading...
Advertisement
Advertisement