શૈલેન્દ્રસિંહ ઝાલાનાં પિતાની ચોથી પુણ્યતિથી : ધર્મભાવ અને ભક્તિ વચ્ચે મનાવાઇ

25 November 2021 01:25 PM
Surendaranagar
  • શૈલેન્દ્રસિંહ ઝાલાનાં  પિતાની ચોથી પુણ્યતિથી : ધર્મભાવ અને ભક્તિ વચ્ચે મનાવાઇ

સુરેન્દ્રનગર શહેરના સ્વામિનારાયણ મંદિરના સેવક

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.25
સુરેન્દ્રનગર શહેરના મિલનસાર સ્વભાવ ધરાવતા અને બહુ મિત્ર વર્તુળ ધરાવતા સ્વામિનારાયણ મંદિરના સેવક શૈલેન્દ્રસિંહ ઝાલાના પિતાશ્રી હકુભા ઉર્ફે ગજેન્દ્રસિંહ રણછોડદાસજી ઝાલા ની પુણ્યતિથિ નિમિત્તે ભક્તિભાવ તેમજ દાન-પુણ્ય મહિમા વચ્ચે ઝાલા પરિવાર દ્વારા શોક વ્યક્ત કરી અને ઉજવણી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ મંદિરમાં સંતોને રસોઇ થાળ તેમજ ગાયોને ખડ અને બાળકોને ભોજન કરાવી અને પિતાની તિથિની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પરિવારમાં માતૃશ્રી સુમન બા તેમજ પુત્રવધુ રીન્કુબા તેમજ ગજેન્દ્રસિંહ હકુભાના પુત્ર ના પુત્ર કલ્પ રાજસિંહ દ્વારા તમામ વિધિ કરવામાં આવી જ્યારે આ પ્રસંગને અનુરૂપ લઈ અને કૃપાલીબા પણ દાદાની પુણ્યતિથિ નિમિત્તે પોતાના હાથે પુણ્ય કરી અને ઉજવણી કરવામાં આવી હતી અને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે હકુભા ઉર્ફે ગજેન્દ્ર સિંહ ઝાલા જે દેવલોક પામ્યા તેને ત્રણ વર્ષ પુરા થયા અને ચોથા વર્ષમાં અવસરે ધાર્મિક કાર્ય કરી અને ઝાલા પરિવાર દ્વારા પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી.


Loading...
Advertisement
Advertisement