સુરેન્દ્રનગર જિલ્લા ક્રાઇમ ડાયરી

25 November 2021 01:28 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર જિલ્લા ક્રાઇમ ડાયરી

નિર્મળસિંહ મંગળસિંહ પરમાર પોલીસ કોન્સ. લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગરએ ફરીયાદ નોંધાવે છે કે, તા.23/11/2021 કલાક 12/30 વાગ્યે આંબેડકર ચોક પાસે, બસ સ્ટેન્ડ રોડ, ઝાલાવાડ બેટરી પાછળ આરોપી (1)ઇકબાલભાઇ અલ્લારખાભાઇ દરશસીંધી જાતે મુ.માન ઉં.વ.55 ધંધો મજુરી રહે.સુરેન્દ્રનગર કૃષ્ણનગર, હાઉસીંગ બોર્ડ, મકાન નં.1213 (2)શૈલેન્દ્રસિંહ સુરસીંગભાઇ ચાવડા જાતે કારડીયા રાજપુત ઉં.વ.46 ધંધો મજુરી રહે. જોરાવરનગર, સવા શાળા પાસે તા.વઢવાણ મુળ ગામ પછે ગામ તા.વલ્લભીપુર જી.ભાવનગર (3) રમેશ ઉર્ફે ટી જશવંતભાઇ રહે.સુરેન્દ્રનગર ગાંધી હોસ્પીટલ પાછળ આરોપીઓ નં.1 તથા 2 વાળાઓ ઝાલાવાડ બેટરી પાછળ, જવેલ પેપર વાળી ગલીમાં જાહેરમાં ગેરકાયદેસર વર્લી મટકાનો આંક ફરકનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂા.20,460/- તથા ડાયરી તથા વર્લીના આંકડા લખેલ પાનાઓ તથા બોલપેન, મોબાઇલ ફોન નંગ-1 કીં.રૂા.5,00/- મળી કુલ રૂા.20,960/- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ તથા આરોપી નં.3 નો હાજર નહિ મળી આવી ગુન્હો કર્યો હતો.

અકસ્માત અંગે ફરીયાદ
પ્રવિણભાઇ ભરતભાઇ મારૂ જાતે ભરવાડ ઉં.વ.37 ધંધો દુધની ડેરી રહે.મોજીદડ તા.ચુડા જી.સુરેન્દ્રનગરે ફરીયાદ નોંધાવેલ છે કે, તા.23/11/2021 ના કલાક 15/15ના અરસામાં રાણપુર-લીંબડી રોડ ભગુપુર ત્રણ રસ્તાથી સોમનાથ હોટલ વચ્ચે આરોપી વેગ વેગેનાર GJ-01-HL-0609ના ચાલકે પોતાના કબ્જા હવાલા વાળી ગાડી પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આગળના વાહનને ઓવરટેક કરી રોંગ સાઇડમા જઇ સાહેદ નીલેશભાઇ નારાયણભાઇ જોગરાણા ઉં.વ.20 બોટાદ પાંચપડા વાળાના હીરો સ્પ્લેન્ડર રજી. નં.GJ-33-C-8600 વાળા સાથે એક્સીડન્ટ કરી નીલેશભાઇને છાતીના ભાગે તથા જમણા પગે ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવી તેમજ પુજાબેનને માથામા તથા જમણા હાથે અને પગે નાની મોટી ઇજાઓ કરી ડ્રાઇવરની ખાલી સાઇડમા બેસેલ ગોપાલભાઇ રતુભાઇ બાબર રહે.કરમડ વાળાનુ માથાના કપાળના ભાગે અને શરીરે નાની મોટી ઇજા કરી મોત નીપજાવી પાછળ બેસેલ ત્રણ-ચાર સાહેદોને નાની મોટી ઇજાઓ કરી ગુનો કર્યો હતો.

ધમકી આપી
દિવ્યાબહેન કિશોરભાઇ વાલજીભાઇ સાગઠીયા જાતે અનું.જાતી ઉં.વ.24 ધંધો ઘરકામ રહે.સાલખડા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગરે ફરીયાદ નોંધાવેલ છે કે, તા.22/11/2021 કલાક 15ના અરસામાં તથા તે અગાઉ એકાદ વર્ષનાં અરશાથી સાલખડા ગામે આરોપી (1) કિશોરભાઇ વાલજીભાઇ સાગઠીયા (2) અશોકભાઇ વાલજીભાઇ સાગઠીયા રહે.બંન્ને સાલખડા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગરના આરોપીઓએ ફરીયાદી ઉપર શંકા વહેમ રાખીને ફરીયાદીને કહેલ કે તને જોઇતી નથી તને તારા માવતરે મુકી જવી છે તેમ કહીને ઉશકેરાય જઇને ફરીયાદીને ભુંડી ગાળો બોલી પ્લા.નાં લાઇટના વાયરનાં દોરડાથી વાંસામાં તથા ડાબા પગે સાથળમાં તથા માથાનાં ભાગે માર મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી ફરીયાદીને છેલ્લા એકાદ વર્ષ થી અવાર નવાર શારીરીક માનસીક દુ:ખ ત્રાસ આપી ગુન્હો કર્યો હતો.

જાહેરનામાનો ભંગ
માવજીભાઇ અમરશીભાઇ વાઘેલા જાતે દેવીપુજક ઉં.વ.45 ધંધો મજુરી રહે.ગામ રાજપર નવાપરામાં તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગરે ફરીયાદ નોંધાવેલ છે કે, તા.22/11/2021 ના આશરે 18/00 વાગ્યે રાજપર ગામે આરોપી (1)મુળજીભાઇ ગોરધનભાઇ દેવીપુજક (2) રવજીભાઇ ગોરધનભાઇ દેવીપુજક રહે.બન્ને રાજપર તા.ધ્રાંગધ્રા ફરીયાદીએ આરોપી નંબર (1) નઓને કહેલ કે તારી કોર્ટ માં તારીખ આવે છે કોર્ટ માં હાજર રહેજે તેમ કહેતા આરોપી નંબર (1) ઉશ્કેરાઇ જઇ તેના હાથ માંના ધારિયા વતી ફરીયાદીના માથાંના ભાગે ઇજા કરેલ તેમજ આરોપી નંબર (2) નાઓ આવી જતા તેના હાથ માંની કુહાડી વડે ફરીયાદીને પીઠના ભાગે ઇજા કરેલ તેમજ ફરીયાદીને જાન થી મારી નાખવાની ધમકી આપી ગુનામાં એકબીજાને મદદગારી કરી જિલ્લા મેજી.સા. શ્રી ના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો હતો.

ચોરીની ફરીયાદ
બિપીનભાઇ લાલજીભાઇ ઘેલાણી જાતે ઠક્કર ઉં.વ.39 ધંધો વેપાર રહે.પાટડી શ્રીનાથજી સોસાયટી તા.પાટડીએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.17/11/2021 ના કલાક 21/00 થી તા.18/11/2021 ના કલાક 09/00 દરમ્યાન કોઇપણ સમયે કલાડા દરવાજા રોડ પ્રાથમિક શાળાની સામે આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરીયાદીના બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી તીજોરીમા રાખેલ અલગ-અલગ ચાંદીના સીક્કા નંગ-20 કિં.રૂા.20,000 તથા મકાનમાં રાખેલ ઇન્ડેન ગેસનો બાટલો કિં.રૂા.2,500/- તથા સીંગતેલનો ડબ્બો નંગ-1 કિં.રૂા.2,000/- તથા પીતળના જુના વાસણો કિં.રૂા.7,000/- ના મળી કુલ કિં.રૂા.31,500/- ની ચોરી કરી લઇ જઇ ગુન્હો કર્યો હતો.

હુમલો કર્યો
ગુણવંતસિંહ ઉર્ફે ચકુભા વિરસિંહ ઝાલા દરબાર ઉં.વ.51 રહે.ઝીંઝુવાડા છ ઘરનો માઢ તા.દસાડા જી.સુરેન્દ્રનગર મો.નં.8849996152 નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.23/11/2021 ના કલાક 12/15 વાગ્યાના અરસમાં ઝીંઝુવાડા ગામે સાગરપાળા તળાવ પાસે આરોપી (1)મકુભા જેહરસંગ ઝાલા (2) દિનેશસિંહ મકુભા ઝાલા બંન્ને રહે.ઝીંઝુવાડા તા.દસાડા ના આરોપીઓ ઝીંઝુવાડા ઘુડખર અભ્યારણમા સાગરપાળા તળાવ પાસે રણના રસ્તા ઉપર બાવળના ઝાડ કાપતા હોય ફરીયાદી ફોરેસ્ટ ખાતામા રોજમદાર તરીકે કામ કરતા હોય તેણે આરોપીઓને ઝાડ કાપવાની ના પાડતા આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઉશ્કેરાઇ જઇ આરોપી દિનેશસિંહએ તેની પાસેના ધારીયાનો એક ઘા ફરીયાદીના ડાબા હાથના બાવળા ઉપર મારી ઇજા કરી ગુન્હો કરવામાં એકબીજાએ મદદગારી કરી જિલ્લા મેજી.સુરેન્દ્રનગરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યો હતો.

તમંચા સાથે ઝડપાયો
નોકરી થાનગઢ પોલીસ સ્ટેશન જી.સુરેન્દ્રનગરે ફરીયાદ નોંધાવેલ છે કે, તા.22/11/2021 ના કલાક 23/45 વાગ્યે થાનગઢ નવાગામ ચોકડી નજીક આરોપી કિશોરભાઇ ઉર્ફે રાજુભાઇ દાનભાઇ તકમરીયા જાતે કાઠી દરબાર ઉં.વ.28 ધંધો મજુરી રહે.થાનગઢ ઝાલાવાડ પોટરી પાછળ તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર ના આરોપી કિશોરભાઇ ઉર્ફે રાજુભાઇ દાનભાઇ તકમરીયા જાતે કાઠી દરબાર ઉં.વ.28 ધંધો મજુરી રહે.થાનગઢ ઝાલાવાડ પોટરી પાછળ તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર વાળાએ પોતાના કબ્જા ભોગવટામા લાયસન્સ પરવાના કે આધાર પુરાવા વગરની ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો સીંગલ બેરલનો તમંચો કિં.રૂા.2,000/- ના મુદ્દામાલ સાથે જાહેરમાંથી મળી આવી ગુન્હો કર્યો હતો.


Loading...
Advertisement
Advertisement