સુરેન્દ્રનગર જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીની સારવારના તથા તેમના પાછળ થયેલા ખર્ચના કોઈ આંકડા નથી !

25 November 2021 01:31 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીની સારવારના તથા તેમના પાછળ થયેલા ખર્ચના કોઈ આંકડા નથી !
  • સુરેન્દ્રનગર જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીની સારવારના તથા તેમના પાછળ થયેલા ખર્ચના કોઈ આંકડા નથી !
  • સુરેન્દ્રનગર જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીની સારવારના તથા તેમના પાછળ થયેલા ખર્ચના કોઈ આંકડા નથી !
  • સુરેન્દ્રનગર જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીની સારવારના તથા તેમના પાછળ થયેલા ખર્ચના કોઈ આંકડા નથી !

સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા, ક્યાં ગયા તે તપાસનો વિષય : સારવાર દરમ્યાન થયેલા મૃત્યુના આંકડાઓે પણ ધારાસભ્ય દ્વારા પાંચ સંકલન બેઠકમાં જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં માગવામાં આવ્યા, છતાં પણ હજુ સુધી આપવામાં આવ્યા નથી : સરકાર કેવી રીતે સહાય ચૂકવશે તે એક મોટો પ્રશ્ન

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.25
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ની પ્રથમ લહેર અને બીજી લહેર માં અનેક લોકોના મોત નિપજવા પામ્યું છે ત્યારે સમગ્ર વિશ્વ જે સમયે કોરોના ની વૈશ્વિક મહામારી સામે લડી રહ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના ના કેસો એ ઉછાળો માર્યો હતો પરંતુ દર્દીઓને કથા કોરોના ના દર્દીઓને સારી સારવાર મળી રહે તેવા આશરે સાથે સરકાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા સુરેન્દ્રનગર ખાતે ઊભી કરવામાં આવી હતી.

અને સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી ત્યારે આ મામલે હાલની પરિસ્થિતિ મુજબ કોરોના ની પ્રથમ લહેરમાં સરકાર દ્વારા અલગ અલગ હોસ્પિટલમાં કોરોના વોર્ડ બનાવી અને દર્દીઓને સારવાર પાછળ અંદાજિત 20 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે બીજી તરફ કોરોનાની બીજી લહેર માં પણ સરકાર દ્વારા આ જ મામલે ઓક્સિજનની સવલતો તેમજ દર્દીઓને સારવાર મળે તે હેતુથી ડોક્ટરની ટીમ નર્સિંગ સ્ટાફ ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો.

અને કોરોનાના દર્દીને સારવાર મળી રહે તેવા આશરે સાથે કરોડો રૂપિયાના ખર્ચાઓ દર્દી પાછળ કરવામાં આવ્યા હતા પરંતુ સરકાર દ્વારા તદ્દન મફતમાં દર્દીઓને સેવા આપવામાં આવતી હતી પરંતુ ગાંધી હોસ્પિટલ સહિતની અનેક સરકારી હોસ્પિટલમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવતી હતી અને જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા પણ આ મામલે ખૂટતા વધતા નાણાઓપહોંચાડવામાં આવતા હતા.

તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સિવિલ હોસ્પિટલ કોરોનાની સારવાર માટેનું હબ ગણવામાં આવતું હતું. સુરેન્દ્રનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં જ અંદાજિત 500 જેટલી બેડો બનાવવામાં આવી હતી અને ડોક્ટરી સ્ટાફ નર્સિંગ સ્ટાફ તથા તમામ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ દર્દીને મળે તેવા આશરે સાથે સરકાર દ્વારા અને જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા ગાંધી હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા જે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે તેનો આજના દિવસે કોઈ હિસાબ મળી રહ્યો નથી.

દર્દીને આપવામાં આવતા ભોજનથી લઈ દવાઓ સુધી સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરાયા હોવાની આશંકા
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના એ જાણે ભ્રષ્ટાચાર મેડિકલ લાઈનમાં ઊભો કરી દીધી હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલોમાં સરકાર દ્વારા કોરોના ના સમયમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવતી હતી તેવા સંજોગોમાં શહેરની ગાંધી હોસ્પિટલમાં અંદાજિત અલગ-અલગ નીચેની હોસ્પિટલોમાં થઈને 20 કરોડથી વધુની ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવી છે

ત્યારે આ મામલે હિસાબ પૂછવામાં આવતાં સિવિલ સર્જન મૌન સેવી રહ્યા છે અને પોતાના બાબતની કોઈ પણ જાત ની વિગત ન હોવાનું જણાવી રહ્યા છે ત્યારે દર્દીને આપવામાં આવતા ભોજનમાં પણ કટકી કરી હોવાની ચર્ચાએ જોર પકડયું છે ત્યારે જે થાળી બજારમાં સામાન્ય રીતે 120 રૂપિયાની મળી રહી છે તે જ થાળી કોરોના ગસ્ત દર્દીને જમવાની થાળીમાં જે બિલ મૂકવામાં આવ્યા હતા તે 350 રૂપિયા હતા અને તે પણ સિવિલ સર્જને દ્વારા સહી કરી પાસ કરી દેવામાં આવી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ત્યારે દર્દીઓને આપવામાં આવતા ભોજનથી લઈ સરકારી દવાઓ સુધી સરકારી ગ્રાન્ટોનો દુરુપયોગ અને ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ ફરિયાદ ઉઠી છે.

કોરોનાના કારણે સિવિલ હોસ્પિટલમાં કેટલા દર્દીઓએ સારવાર લીધી કેટલા દર્દીઓના મોત નિપજ્યા તે સર્જનને ખબર નથી !
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લાના ધારાસભ્ય તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં સંકલનની બેઠક દર મહિને આયોજન કરવામાં આવતું હોય છે અને છેલ્લા પાંચ મહિનાથી સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી અને ચોટીલા ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણા દ્વારા આ મામલે લેખિતમાં પ્રશ્ન પૂછવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની ગાધી હોસ્પિટલ આજે સરકારી હોસ્પિટલોમાં કોરોના ગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવી છે તેના આંકડાઓ પણ માંગવામાં આવ્યા છે પરંતુ તે સમયે તંત્ર પણ મૌન રહે છે અને ડોક્ટર દ્વારા પણ આ મામલે કોઈ પણ જાત ની પ્રતિક્રિયા આપવામાં આવી રહી નથી.

ત્યારે આ મામલે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર હરેશભાઈ વસેટીયનને પૂછવામાં આવતા તે પણ મૌન સેવી રહ્યા છે અને તેમને પૂછવામાં આવેલા સવાલમાં કોરોનાના કારણે સિવિલ હોસ્પિટલમાં કેટલા દર્દીઓએ સારવાર લીધી છે કેટલા દર્દીઓના મોત નીપજ્યા છે ત્યારે આ મામલે તે પોતે મૌન સેવી રહ્યા છે અને તેમને કોઈપણ જાતની આ બાબતની વિગત ખબર ન હોવાનું જણાવી રહ્યા છે ત્યારે આ કેટલા અંશે યોગ્ય ગણાય તે એક જિલ્લાના સિવિલ સર્જન કોરોના મા દર્દીઓની સારવાર કરી છતાં પણ તેની કોઇ વિગત નથી અને મૃત્યુ પામેલાની પણ કોઇ વિગત નથી.

આરોગ્ય તંત્ર સાચા આંકડાઓ લઈ અને જો કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા હોય તો તેમને સહાય ચૂકવે તે જરૂરી
હાલમાં હાઇકોર્ટના આદેશ અનુસાર સમગ્ર દેશમાં કોરોના ના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવી રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં અથવા જે સરકારી હોસ્પિટલમાં કોરોના ના દર્દીઓ સારવાર લીધી છે તેની કોઈ પણ જાત ની વિગત જ નથી તેવા સંજોગોમાં હવે સરકાર દ્વારા કેવી રીતે કોરોના ગ્રસ્ત દર્દી ના કે જેના મોત નીપજ્યા છે તેમના સુધી કેવી રીતે પહોંચશે તે સવાલ ઉભો થયો છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર સીવિલ સર્જન એ પણ આ બાબતની કોઈ જાતની વિગત નથી ત્યારે હવે અગામી દિવસોમાં રાજ્ય સરકાર આ મામલે તપાસના આદેશ આપી અને કોરોના ના કારણે જિલ્લામાં લોકોના મોત નિપજ્યા છે તેમના પરિવારજનોને સહાય ચૂકવવામાં મદદરૂપ બને તે જરૂરી બન્યું છે.Loading...
Advertisement
Advertisement