કંડલા એરપોર્ટ પર મોકડ્રીલ યોજાઇ

25 November 2021 01:35 PM
kutch
  • કંડલા એરપોર્ટ પર મોકડ્રીલ યોજાઇ

આપાતકાલીન પરિસ્થિતિઓ માટે સજ્જ થવા

(ગની કુંભાર) ભચાઉ તા. 25
કંડલા એરપોર્ટ પર આપાતકાલીન પરિસ્થિતિઓ માટે સજ્જ થવા મોકડ્રીલ યોજાઇ કંડલા એરપોર્ટ પર આપાતકાલીન પરિસ્થિતિઓમાં પરિસ્થિતિઓનો અન્ય વિભાગો સાથે મળીને કઈ રીતે સામનો કરી શકાય તેનો અભ્યાસ કરાયો હતો. બુધવારે યોજાયેલી મોકડ્રીલમાં એરપોર્ટ ઓથોરીટીનું અગ્નીશમન દળ, એરલાઈન, ઈઆરસી, ગુજરાત પોલીસ, રામબાગ હોસ્પિટલ, એમ.એમ. હોસ્પિટલ સહિતનાએ સામેલ થઈને સાથે અપાયેલી સ્થિતિનો કઈ રીતે સામનો કરવો તેની મોકડ્રીલ કરી હતી. જેમાં કંડલા એરપોર્ટમાં આગની ઘટના બને તો તેનો સામનો કરવો અને સાથે બચાવ કામગીરી પણ કરવાનો સીનારીયો ઉભો કરાયો હતો. એરપોર્ટ ડાયરેક્ટર સંજીવ મંઘલે જણાવ્યું કે બોર્ડર જિલ્લાનું એરપોર્ટ હોવાથી દરેક રીતે સજ્જ રહેવું જોઇએ, જે માટે દર થોડા સમયના અંતરાલે આ પ્રકારનું આયોજન કરાય છે.


Loading...
Advertisement
Advertisement