19 ગ્રામ પંચાયતોને શ્રેષ્ઠ એવોર્ડ એનાયત

25 November 2021 01:36 PM
kutch
  • 19 ગ્રામ પંચાયતોને શ્રેષ્ઠ એવોર્ડ એનાયત

રાપર તાલુકા સરપંચ સંગઠન તથા સેતુ અભિયાન દ્વારા

(ગની કુંભાર) ભચાઉ તા. 25
તા 22 ના રાપર ખાતે સેતુ અભિયાન અને રાપર તાલુકા સરપંચ સંગઠન દ્રારા શ્રેષ્ઠ પંચાયતોને સંન્માનિત કરવાનુ આયોજન કરવામા આવેલ જેમા તાલુકાની 82 ગ્રામ પંચાયત પાસેથી છેલ્લા પાંચ વર્ષ પોતાના ગામમા સૌથી શ્રેષ્ઠ કાર્ય કર્યુ હોય અને જેનાથી ગામ લોકોને ખુબ ઉપયોગી સાબિત થયુ એવા કામની સ્ટોરી લખીને મંગાવી હતી જેમાથી આવેલી સ્ટોરીઓનુ સેતુ અભિયાન સાથે જોડાયેલા પંચાયત નિતી નિયમોના નિષ્ણાંત અનુભવીઓની સ્કુટી ટીમ દ્રારા છણાવટ કરી 19 પંચાયતોને સ્કુટી કમિટીએ માર્કસ આપી તેમજ દરેક પંચાયતમાં રૂબરૂ જઇને પણ કામગીરી નિહાળી સેતુ અભિયાન અને તાલુકા સરપંચ સંગઠન ટીમ દ્વારા નિરીક્ષણ કર્યા બાદ 19 ગ્રામ પંચાયતોને શ્રેષ્ઠ પંચાયત તરીકે એવોર્ડ સન્માન પત્ર સાથે શાલ ઓઢાડીને અભિનંદન કરવાનુ આયોજન કરવામા આવેલ હતુ.

જેમાં કાર્યક્રમના અધ્યક્ષ પારુલબેન કારા પ્રમુખ જીલ્લા પંચાયત કચ્છ, પંકજભાઇ મહેતા પુર્વ ધારાસભ્ય રાપર, હમીરસિંહ સોઢા પ્રમુખ તાલુકા પંચાયત રાપર,કંકુબહેન આહિર ચેરમેન મહિલા બાળ વિકાસ, કાનજીભાઈ ગોહિલ ઉપ પ્રમુખ તા.પંચાયત રાપર, દિનેશભાઇ વાવીયા કારોબારી ચેરમેન તાલુકા પંચાયત રાપર,બિજલભાઇ આહિર સતાપક્ષ નેતા,પુરીબેન માનાભાઇ ચામરીયા તા પંચાયત સદસ્ય, વાલજીભાઇ વાવીયા પ્રમુખ નગરપાલિકા રાપર, મનીષભાઇ આચાર્ય ડાયરેક્ટર સેતુ અભિયાન કચ્છ, અકબરભાઇ એ રાઉમા મહામંત્રી કચ્છ જીલ્લા સરપંચ સંગઠન, રામીબેન ભરવાડ પ્રમુખ રાપર સરપંચ સંગઠન દિપ પ્રાગટ્ય કરી સર્વે મહાનુભાવોના હસ્તે વિકાસશીલ ગામના એક્ટીવ ગ્રામ સુકાનીઓ ને પોતાની પંચાયત ટીમ સાથે શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવોર્ડ સાથે શાલ ઓઢાડી સંન્માન પત્ર આપી મહાનુભાવોના હસ્તે અભિવાદન કરાયુ હતું.

ડાભુંડા ગ્રામ પંચાયત નુ સમગ્ર ટીમ મહિલાઓ હોવાથી તેમને પણ સંન્માનિત કરાયા હતા રાપર તાલુકા સરપંચ સંગઠનની કામગીરીનુ પ્રેઝન્ટેશન માણાબા ગ્રામ પંચાયતના એક્ટીવ સરપંચ અને તાલુકા જીલ્લા સરપંચ સંગઠનના મહામંત્રી અકબરભાઇ રાઉમા એ કર્યુ હતુ કાર્યક્રમને સફળ બનાવવા સેતુ અભિયાન અને રાપર તાલુકા સરપંચ સંગઠન ટીમ ને સમર્થ ટ્રસ્ટ ગાગોદર, ગ્રામ સ્વરાજ સંઘ નિલપર, તાલુકા પંચાયત કચેરી રાપર વગેરે સહયોગી રહ્યા હતા. સેતુ અભિયાન ટીમ લીડર તરુણભાઇ પરમાર, લાલજી ભાઇ પરમાર, નિરવ ભાઇ સોલંકી, અનિલભાઈ ધેયડા,બળવંતભાઇ રાજપૂત સમર્થ ટ્રસ્ટ, ધર્મેન્દ્રભાઇ ગ્રામ સ્વરાજ સંઘ વગેરે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ સંચાલન માસ્ટર કોમેડી મેન આહીર દ્રારા કરાયુ હતુ આભાર આડેસર સરપંચ ભગાભાઇ આહીરે કર્યુ હતુ કાર્યક્રમ દરમિયાન સમગ્ર તાલુકાથી આવેલા તમામ સરપંચો ઉપ સરપંચો સદસ્યો વગેરે વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement
Advertisement