મોરબીમાં રૂા.29 હજારનો ભંગાર ચોરી જનાર બંને શખ્સો ઝડપાયા

25 November 2021 01:41 PM
Morbi Crime
  • મોરબીમાં રૂા.29 હજારનો ભંગાર ચોરી જનાર બંને શખ્સો ઝડપાયા

કાંતિનગરમાં આવી બે શખ્સો કારમાં માલ ભરી ગયા હતા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા. 25
સામાકાંઠે માળીયા ફાટક ચોકડી પાસે આવેલ કાંતિનગર નજીકના ભંગારના ડેલામાંથી પીતળ અને તાંબાના ભંગારની ચોરી અંગે પોલીસે ચોરાઉ મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ સામાકાંઠે માળીયા ફાટક ચોકડી પાસે આવેલ કાંતિનગરમાં મસ્જિદની બાજુમાં રહેતા અને ભંગારનો ડેલો ધરાવતા જમાલશા રહેમાનશા શાહમદાર (ઉંમર વર્ષ 50) એ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુલેમાન હૈદરભાઈ જેડા અને ફતેમામદ તજમામદ જામ રહે બંને માળીયામીયાણાની સામે ચોરીની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડી લીધા છે. તેમણે જણાવ્યું છે

કે તારીખ 22/11 ના રોજ રાત્રિના સમયે આરોપીઓ આર્ટિગા ગાડી લઈને તેના ભંગારના ડેલા આવ્યા હતા અને ત્યાંથી 20 કિલો તાંબુ અને 30 કિલો પિત્તળનો ભંગાર 28900 રૂપિયાની કિંમતનો ચોરી કરી ગયા હતા. પોલીસે જમાલશાની ફરિયાદના આધારે સુલેમાન અને ફતેમામદની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક ચોરી
મોરબીના સાવસર પ્લોટમાં આયુષ હોસ્પિટલ વાળી શેરીમાં પંચાસર રોડ ઉપર રાજનગર સોસાયટીમાં રહેતા ધવલભાઇ નરભેરામભાઈ વસિયાણી પટેલ (30)એ પોતાનું બાઇક નંબર જીજે 3 ઈડી 9597 પાર્ક કરીને મૂક્યું હતું જે વીસ હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી જતાં સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement