મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા બ્લડની જરૂરીયાત તાત્કાલિક પુરી કરવામાં આવી

25 November 2021 01:43 PM
Morbi
  • મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા બ્લડની જરૂરીયાત તાત્કાલિક પુરી કરવામાં આવી

મોરબીમાં ઈમરજન્સી એટલે યુવા આર્મીથી જાણીતુ યુવા આર્મી ગ્રુપ તેમના સેવાકાર્યથી હંમેશા ચર્ચામાં રહેતુ હોય છે. કારણ કે યુવા આર્મી ગ્રુપ હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના ધ્યેય સાથે મોરબીના લોકોની ઈમરજન્સી બ્લડની જરૂરીયાત પુરી કરવા 24 કલાક તત્પર રહે છે અને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યું છે. કોરોના કાળમાં બ્લડ બેંકમા ક્યારેક બ્લડની ખુબ જ સોર્ટેજ ઉભી થઈ જાય છે ત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બ્લડની જરૂરીયાત વાળા દર્દીઓના પરીવાર માટે જે તે બ્લડ ગ્રુપનુ બ્લડ શોધવુ ખુબ જ મુશ્કેલ થઈ જતુ હોય છે. ગઇકાલે મોરબીની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં અકસ્માત તથા પ્રસૂતિના દર્દીઓ માટે એ+ તથા બી+ બ્લડની તાત્કાલિક જરૂરીયાત ઉભી થઈ હતી. જેની ડો. કપિલભાઈ બાવરવા દ્વારા યુવા આર્મી ગ્રુપને કરવામાં આવી હતી. જે માટે થયને યુવા આર્મી ગ્રુપ ના અ+ તથા ઇ+ બ્લડ ગ્રુપ સભ્યો દ્વારા તાત્કાલિક ઘોરણે 15 બોટલ બ્લડની વ્યવસ્થા કરી આપવામા આવી હતી. બ્લડની ઈમરજન્સી જરૂરીયાત માટે કે ગ્રુપમાં જરૂરીયાત સમયે રક્તદાન કરીને જોડવા માટે હેલ્પલાઇન નંબર 93493 93693 ઉપર સંપર્ક કરવા પિયુષભાઈ બોપલિયાએ જણાવ્યુ છે. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement
Advertisement