મોરબીની લીલાપર ચોકડીએ મારામારી

25 November 2021 01:43 PM
Morbi
  • મોરબીની લીલાપર ચોકડીએ મારામારી

મજૂરી કામના હિસાબ બાબતે ડખ્ખામાં 5 ને ઇજા: ભાઇએ મોબાઇલ લેવાની ના પાડતાં યુવકે ઝેર પીધું

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા. 25
મોરબીના લીલાપર ગામે લીલાપર ચોકડીની પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં કરણ રમણભાઇ વર્મા (23), પદમસિંગ અશોકસિંગ ઠાકુર (20), આનંદ સંતોષ વર્મા (18), અંકિત દિપક વર્મા (29) અને અજીતસિંગ કેવલસિંગ ઠાકુર (24) ને ઇજાઓ થતા સિવિલે સારવારમાં ખસેડાયા હતા.

બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.વસાણીએ તપાસ આદરી હતી જેમાં ખુલ્યુ હતું કે મજુરી કામના બાકી પૈસા મુદ્દે મારામારીનો બનાવ બનેલ છે અને તેની વધુ તપાસ ચાલુ છે. જ્યારે ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામનો જય કાન્તીભાઈ પટેલ નામનો 14 વર્ષીય સગીર બાઇકમાં જતો હતો ત્યારે ગામ નજીક તેના બાઇકની આડે ખુંટીયો ઉતરતા બાઇક સ્લીપ જવાથી ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં
મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે લીંબાભાઇ મોહનભાઈ કડીવારની વાડીએ રહીને મજૂરીનું કામ કરતો જુગુભાઈ ગોવિંદભાઈ નાયક નામનો 17 વર્ષીય યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો. તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ જણાવ્યું હતું કે જગુભાઈને મોબાઈલ લેવો હતો જોકે તેના મોટાભાઇએ તેને હાલ મોબાઈલ લેવાની ના પાડતાં તે બાબતે માઠું લાગી જતાં તેણે ઉપરોકત પગલું ભરી લેતા તેને સારવાર માટે ખસેડાયો હતો.

અકસ્માત
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં હાઇવે ઉપરથી ટ્રક લઈને જઈ રહેલા રવજીભાઈ નથુભાઈ પરમાર (ઉમર 30) રહે.ગણેશનગર નખત્રાણા ભુજએ તેમના ટ્રકની બ્રેક મારી હતી બ્રેક નહીં લાગતા તેઓનો ટ્રક આગળ જઈ રહેલા ડમ્પરના પાછળના ઠાઠામાં અથડાતા રવજીભાઈ ઇજાઓ થવાથી તેમને અહીંની સિવિલ હોસ્પિટલથી વધુ સારવાર અર્થે તેને રાજકોટ ખસેડાયો છે. તાલુકા પોલીસ મથકના જે.પી.કણસાગરાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement