ગુજરાતમાં કોરોનાથી 3 લાખથી વધુ મોત! રાહુલ ગાંધીનો આક્ષેપ: રાજયનો ઈન્કાર

25 November 2021 02:22 PM
Gujarat India
  • ગુજરાતમાં કોરોનાથી 3 લાખથી વધુ મોત! રાહુલ ગાંધીનો આક્ષેપ: રાજયનો ઈન્કાર

કોંગ્રેસ નેતા તેમના શાસનના રાજયના સાચા આંકડા જાહેર કરે: પ્રવકતા વાઘાણીનો પડકાર

નવી દિલ્હી: ગુજરાતમાં કોરોનાકાળમાં કેટલા લોકો ખરેખર દિવંગત થયા તે આંકડો હંમેશા રહસ્ય જ બની રહ્યો છે અને રાજય સરકારે કોવિડ કાળમાં પણ મોતને યેનકેન કારણે છુપાવવાની કોશીશ કરી હતી તો હવે જયારે સુપ્રીમ કોર્ટના આદેશથી રૂા.50000 સુધીનું વળતર ચુકવવાનો આદેશ આપ્યો છે, તો રાજય સરકારને કબુલવુ પડે છે કે કોરોનામાં મૃત્યુ 10088 થયા છે અને તેઓને સુપ્રીમની માર્ગરેખા મુજબ વળતર ચુકવાશે પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા પુર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો.

અમોએ કોંગ્રેસના કાર્યકર્તાઓને ઘરે ઘરે મોકલીને સર્વે કર્યો હતો અને તેમાં 3 લાખ જેટલા લોકો કોરોનાથી મૃત્યુ પામ્યાનું બહાર આવ્યું છે અને ગુજરાત સરકાર હજું પણ આંકડા છુપાવવા માંગે છે. તેઓએ ગઈકાલે એક વિડીયો રીલીઝ કરીને આ મૃત્યુના આંકડો જાહેર કર્યો હતો.

જો કે રાજય સરકારના પ્રવકતા અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ મૃત્યુઆંક 10088 હોવાનું જણાવ્યું છે અને તેઓએ કોંગ્રેસ શાસનના રાજયના કોરોના મોતના સાચા આંકડા જાહેર કરવા પડકાર ફેકયો હતો. રાહુલે માંગણી કરી કે કોરોના મૃતકોને રૂા.4 લાખનું વળતર મળવું જોઈએ.


Related News

Loading...
Advertisement
Advertisement