ઇમ્પીરીયલ પેલેસના રૂમ બાદ રસોડામાં પણ ગોરખધંધા : વાસી ફૂડનો નાશ

25 November 2021 03:02 PM
Rajkot
 • ઇમ્પીરીયલ પેલેસના રૂમ બાદ રસોડામાં પણ ગોરખધંધા : વાસી ફૂડનો નાશ

ડો.યાજ્ઞિક રોડ પરની ‘ન્યુડ પ્રતિષ્ઠાવાળી’ હોટલમાં લાંબા સમય બાદ મહાપાલિકાના ફૂડ વિભાગના દરોડા : 3 કિલો વાસી પુરણપુરી અને બ્રેડ મળ્યા : ડસ્ટબીન ખદબદતી મળી : ફરી આબરૂના ધજાગરા : ફૂડ પ્રિઝર્વેશનમાં ટેગીંગ પણ ન મળતા નોટીસ ફટકારાઇ

ટોમેટો રેસ્ટોરન્ટમાંથી ગ્રેવી, રાઇસ, નુડલ્સનો નાશ : હોટલ બીઝને પણ નોટીસ : 18 ધંધાર્થીને ત્યાં ચેકીંગ : રાત્રી બજારો કરતા તો ઇમ્પીરીયલમાં વધુ ભૂંડી હાલત!

રાજકોટ, તા.25
રાજકોટ મહાનગરમાં છેલ્લા મહિનાઓમાં હોટલના બંધ રૂમ (બારી ખુલ્લી!)માં ન્યુડ ડાન્સ પાર્ટી તે બાદ હાઇપ્રોફાઇલ જુગારધામના કારણે ભારે ચર્ચાસ્પદ બનેલી ફાઇવસ્ટાર કક્ષાની ડો. યાજ્ઞિક રોડ સ્થિત ધ ઇમ્પીરીયલ પેલેસ હોટલમાં આજે લાંબા સમયે જાહેર આરોગ્યના હિતમાં મનપાની ફૂડ શાખાએ કરેલા ચેકીંગમાં ફૂડમાં પણ ઝીરો સ્ટાર કક્ષાની ગુણવત્તાનો માલ મળી આવ્યો હતો. રસ્તા પરની ગંદી રેંકડી પરથી ગંદો માલ મળે ત્યારે જે રીતે નાશ કરીને કાર્યવાહી કરવામાં આવે છે તેવી જ કામગીરી ફૂડ અધિકારીઓએ ટોચની હોટલમાં કરતા આ હોટલની આબરૂના ફરી લીરેલીરા નીકળી ગયા છે.

આ હોટલમાં વર્ષો અગાઉ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો અને ફિલ્મ સ્ટારના ઉતારા પણ રહ્યા છે. પરંતુ થોડા મહિના અગાઉ જે રીતે હોટલના રૂમમાં લાઇવ થઇ ગયેલુ પીકચર લોકોએ વિડીયોમાં જોયું તે બાદ સંસ્કારી લોકો હોટલમાં પગ મુકતા વિચારતા થઇ ગયા છે. તો જુગારના દરોડા બાદ તો આ હોટલના રૂમમાં કલબ ચાલતી હોવાની ‘વાડીછાપ’ આબરૂ થઇ ગઇ છે. તો આજની કાર્યવાહીમાં તો સફાઇ જેવી બાબતમાં પણ ‘શેઠ’ની ભારોભાર બેદરકારી જોવા મળતા પાણીપુરીવાળા જેવી જ નોટીસ ઇમ્પીરીયલ પેલેસને ઠોકવામાં આવી છે.

ફૂડ વિભાગ દ્વારા આજે ડો. યાજ્ઞિક રોડ પર આવેલ ઇમ્પિરીયલ હોટલ ખાતે પુરણપુરી તેમજ પીઝા બેઇઝ 3 કિ.ગ્રા.નો નાશ કરવામાં આવ્યો હતો. નફાખોરી જેવા રૂા. પ00ના ભાવે આ પુરણપુરી અને પીઝાબેઝ હોટલ વેચે છે. તે પણ વાસી મળતા મનપાએ આ માલ ગટરમાં ફેંકી દીધો હતો. ફૂડ વિભાગની કાર્યવાહીમાં એવી ચોંકાવનારી બેદરકારી પણ જોવા મળી હતી કે ભોંયતળીયામાં સફાઇ યોગ્ય કરવામાં આવતી નથી. આવી હોટલમાં તો ડસ્ટબીન ઢાંકેલી રાખવાની હોય છે. પરંતુ અહીં ડસ્ટબીન ખુલ્લી હોય તેમાંથી જીવાતો પણ ખદબદે તેવી સ્થિતિમાં વેસ્ટેજ ફૂડ દેખાયું હતું. સાથે જ પ્રિપેર્ડ ફૂડ જે હોટલો ફ્રીઝમાં સ્ટોર કરતી હોય તેના પ્રિઝર્વેશનમાં તારીખનું ટેગીંગ ફરજીયાત હોય છે. આવું ટેગીંગ ન કરીને ફૂડ એકટને પણ હોટલના જવાબદારોએ ફ્રાય કરી નાખ્યાનું દેખાયું હતું. બીનજરૂરી પેકેજીંગ મટીરીયલ પણ મળી આવ્યું હતું. આથી આ સહિતની બેદરકારી બદલ એફએસએસઆઇ એકટ હેઠળ નોટીસ આપવામાં આવી છે.

આ ઉપરાંત યાજ્ઞિક રોડના ટોમેટો રેસ્ટોરન્ટમાંથી વાસી ગ્રેવી 3 કિ.ગ્રા., બોઇલ્ડ નુડલ્સ 1 કિ.ગ્રા., બોઇલ્ડ રાઇસ 2 કિ.ગ્રા. વાસી મળતા તેનો નાશ કરવામાં આવ્યો છે. હાઇજીન બાબતે તેમજ પ્રિપેર્ડ ફુડ ના પ્રિઝર્વેશનમાં તારીખનું ટેગીગ કરેલ ન હોવા બાબતે પણ નોટીસ ફટકારવામાં આવી છે. આ જ રોડ પર આવેલ હોટલ બીઝમાં આરોગ્ય અને ફૂડ વિભાગે ચકાસણી કરી હતી. ત્યાં પણ હાઇજીનીક કન્ડીશન બાબતે નોટીસ અપાઇ છે. જયારે ગેટવેલ મેડીસિન્સને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી છે. વન વીક વન રોડ અંતર્ગત યાજ્ઞિક રોડ પર 18 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણીમાં પ્રિપેર્ડ ફુડ 9 કિ.ગ્રા. જેટલો જ્થ્થો વાસી મળતા સ્થળ પર નાશ કરીને 4 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ અપાઇ છે.

જાહેર આરોગ્ય હિતાર્થે મેઘાણી રંગભવન પાછળ, ભક્તિનગર હોકર્સ ઝોન તથા યુનિવર્સિટી રોડ પર રાત્રી બજારોમાં કુલ 38 રેંકડીધારકને ત્યાંથી 31 કિલો વાસી માલ મળતા નાશ કરીને એક પેઢીને લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવી છે. યાજ્ઞિક રોડ પર પટેલ ડેરી પ્રોડક્ટ પ્રા. લી (છાસવાલા), એ ટુ ઝેડ પાન સેન્ટર, મોમાઇ ટી સ્ટોલ એન્ડ રેસ્ટોરન્ટ, વિધી ફાસ્ટફુડ, આરાધના ટી સ્ટોલ, એ.બી.સી. મેડીકલ સ્ટોર, જય સિયારામ પેડા, કૈલાશ પાન, અનામ ઘુઘરા, બાપા સિતારામ વડાપાઉં, ચાવાલા, રાજમંદિર કોલ્ડ્રીંક્સ, સંતોષ ભેળ, પેન્ગવીન કોલ્ડ સેન્ટર ખાતે ચકાસણી કરવામાં આવી હતી. બે દિવસમાં ફૂડ વિભાગે મેઘાણી રંગ ભવન પાછળની રેંકડીઓમાંથી અને હોકર્સ ઝોન સહિતની 19 જગ્યાએ ચેકીંગ કરીને 9 કિલો માલનો નાશ કર્યો હતો. પાઉંભાજી, પાસ્તા, તાવો, પંજાબી, ચાઇનીઝ, પાણીપુરી સહિતના ધંધાર્થીઓને ત્યાં આ ચેકીંગ કરવામાં આવ્યું હતું.

Related News

Loading...
Advertisement
Advertisement