વડાપ્રધાન બન્યાના કલાકોમાં જ રાજીનામુ: સ્વીડનમાં પ્રથમ મહિલા પ્રધાનમંત્રી રાજકીય કાયદામાં ઘરભેગા

25 November 2021 03:19 PM
India World
  • વડાપ્રધાન બન્યાના કલાકોમાં જ રાજીનામુ: સ્વીડનમાં પ્રથમ મહિલા પ્રધાનમંત્રી રાજકીય કાયદામાં ઘરભેગા

દિલ્હી,તા.25
સ્વીડનના પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે ચૂંટાયાના થોડા જ કલાકમાં મેગડાલેના એન્ડરસને બુધવારે રાજીનામુ આપી દિધુ હતુ. સંસદમાં બજેટ દરખાસ્ત પડતી હોવાના કારણે અને સાથી પક્ષોનો સાથ છોડીને સરકાર લઘુમતીમાં આવી જવાના કારણે તેમને આ પગલું ભર્યુ હતું.

એન્ડરસને કહ્યુ કે મારા માટે આત્મસન્માનીત વધુ કંઈ નથી હું એવી સરકારનું નેતૃત્વ કરવા માંગતી હતી કે જેના અસ્તિત્વ પર સતત સવાલો ઉઠાવવામાં આવે અગાઉ સ્વીડનની સંસદે બુધવારે દેશના નવા વડાપ્રધાન તરીકે એન્ડરસનના નામને મંજૂરી આપી હતી આ પદ પર કબજો કરવા માટે તે પ્રથમ મહિલા હતી.

એન્ડરસનને સોશ્યિન ડેમોક્રેટિક પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતાં. તેને સ્ટીફન લોફવેનની જગ્યા લીધી હતી. એન્ડરસન અગાઉ નાણામંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા. સંસદવા એન્ડરસને સમર્થન આપવા મળતી નિર્દલીય સાંસદ અમીના કાકા બાવેહે જણાવ્યુ હતું કે મહિલાઓ માત્ર મતદાન કરતી રહે અને સર્વોચ્ચ પદ માટે ચુંટણી ન હોય તો લોકશાહીનો હેતુ કયારેય પુરો થઈ શકે નહી.

વિરોધમાં ભારે બહુમતી હોવા છતા એન્ડરસન વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા. સ્વીડનની 349 સભ્યોની સંસદમાં 117 ધારાશાસ્ત્રીઓએ એન્ડરસનની વડા પ્રધાન તરીકે નિમણુંક માટે તેમની તરફેણમાં મતદાન કર્યુ જયારે 174 વિરૂદ્ધ મતદાન કર્યું. 57 સાંસદોએ મતદાનમાં ભાંગ લીધો ન હતો. તે જ સમયે એક સાંસદ ગૃહમાં ગેરહાજર રહ્યા હતા.

સ્વીડનના બંધારણ મુજબ જો ઓછામાં ઓછા 175 સાંસદો કોઈ વ્યકિતની વિરૂદ્ધ ન હોય તો તેને વડાપ્રધાન તરીકે નિયુકત કરી શકાય છે. આજકારણ છે કે વિરોધમાં 174 મત હોવા છતા એન્ડરસન વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતાં.


Related News

Loading...
Advertisement
Advertisement