કાનપુર ટેસ્ટ: ટોસ જીતવાનો લાભ ઉઠાવવામાં ભારત નિષ્ફળ: ટી સુધીમાં 4 વિકેટે 154 રન

25 November 2021 03:45 PM
Sports
  • કાનપુર ટેસ્ટ: ટોસ જીતવાનો લાભ ઉઠાવવામાં ભારત નિષ્ફળ: ટી સુધીમાં 4 વિકેટે 154 રન

શ્રેયસ ઐય્યરને ટેસ્ટ કેપ: કિવિઝમાં રવિન્દ્રને તક

એકમાત્ર શુભમન ગીલની અર્ધ સદી: પુજારા 26, રાહણે 35 રન બનાવી પેવેલીયન ભેગા

કાનપુર:
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી અહી શરુ થયેલા પ્રથમ ટેસ્ટ મેચમાં ટોસ જીતવામાં સફળતા છતા પણ ટીમ ઈન્ડીયા પ્રથમ દાવમાં મોટો સ્કોર ખડકવામાં નિષ્ફળ નિવડે તેવા સંકેત છે. આજે પ્રથમ દિવસે ટી સુધીની રમતમાં ભારતે 4 વિકેટે 154 રન કર્યા છે અને આજે ટેસ્ટ કેપ મેળવનાર શ્રેયસ ઐય્યર 17 રને તથા રવિન્દ્ર જાડેજા 6 રને રમતમાં છે.

અગાઉ મયંક અગ્રવાલ 13, શુભમન ગીલ તેની ચોથી ટેસ્ટ અર્ધ સદી સાથે 52 રન, ચેતેશ્વર પુજારા 26 અને તથા કેપ્ટન અંજીકયા રાહણે 35 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે ત્રણ સ્પીનર સાથે રમવાનું પસંદ કર્યુ હતું અને ન્યુઝીલેન્ડ તરફથી રવિન રવિન્દ્રએ ટેસ્ટ કેપ મેળવી છે. કિવીઝ તરફથી કે જેમીન્સને 3 વિકેટ ઝડપી હતી. ભારત હવે તેની આખરી બેટસમેન જોડી પર આધાર રાખે છે.


Related News

Loading...
Advertisement
Advertisement