રિલાયન્સ તેના ગેસ ઉદ્યોગનું ડી-મર્જર કરશે : વધુ મૂલ્યવાન કંપની બનાવશે

25 November 2021 03:47 PM
India
  • રિલાયન્સ તેના ગેસ ઉદ્યોગનું ડી-મર્જર કરશે : વધુ મૂલ્યવાન કંપની બનાવશે

કંપની દ્વારા જાહેરાત : કાર્બન ઝીરો ઇન્ડસ્ટ્રીઝ તરફ આગળ વધવા વધુ એક કદમ

મુંબઈ, તા. 25
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના બોર્ડે આજે ગેસિફિકેશન અંડરટેકિંગને સંપૂર્ણ માલિકીની પેટાકંપની (WOS)માં સ્થાનાંતરિત કરવા માટેના આયોજનની યોજના (સ્કીમ)ને અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો હતો.

જામનગર ખાતે ગેસિફિકેશન પ્રોજેક્ટની સ્થાપના ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે સીનગેસ ઉત્પન્ન કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી, કારણ કે રિફાઇનરીમાં ઉત્પન્ન થતાં ઑફ-ગેસ, જે અગાઉ ઇંધણની આપૂર્તિ કરતા હતા, તેને રિફાઇનરી ઑફ ગેસ ક્રેકર (ROGC) માટે ફીડસ્ટોકમાં પુન:પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. તેના કારણે સ્પર્ધાત્મક મૂડી અને સંચાલન ખર્ચ પર ઓલેફિન્સનું ઉત્પાદન સહાય રૂપ નીવડ્યું હતું. બળતણ તરીકે સીનગેસ દ્વારા પ્રાપ્ત પુરવઠાની વિશ્વસનીયતા સુનિશ્ચિત થઈ અને ઊર્જા ખર્ચની અનિશ્ચિતતાઓને ઘટાડવામાં મદદ મળી છે.

જામનગર રિફાઈનરીમાં વપરાશ માટે હાઈડ્રોજનના ઉત્પાદન માટે પણ સીનગેસનો ઉપયોગ થાય છે. RIL એક એવો પોર્ટફોલિયો રાખવાનો લક્ષ્યાંક ધરાવે છે જે સંપૂર્ણપણે રિ-સાયકલેબલ, ટકાઉ અને નેટ કાર્બન શૂન્ય હોય. તેની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવાના સ્ત્રોત તરીકે બિનપરંપરાગત ઊર્જા સાથે ઉચ્ચ મૂલ્યની સામગ્રી અને રસાયણોમાં સંક્રમણ કરીને આ ધ્યેય પ્રાપ્ત થઈ શકે છે.

RIL તેના ઊર્જાના પ્રાથમિક સ્ત્રોત તરીકે બિનપરંપરાગત ઊર્જા તરફ વળી રહ્યું છે, તેથી ઈ1 રસાયણો અને હાઇડ્રોજન સહિતના ઉચ્ચ મૂલ્યના રસાયણોમાં અપગ્રેડેશન માટે વધુ સીનગેસ ઉપલબ્ધ થશે. ઉપરાંત, હાઇડ્રોજનના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન છોડવામાં આવતો કાર્બન ડાયઓક્સાઇડ અત્યંત કેન્દ્રિત સ્વરૂપમાં હોય છે અને તેનો સંગ્રહ કરવો પણ સરળ છે, જે કાર્બન કેપ્ચરની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. એકંદરે, આ પગલાં જામનગર સંકુલના કાર્બન ફૂટપ્રિન્ટને ઝડપથી ઘટાડવામાં મદદ કરશે.


Related News

Loading...
Advertisement
Advertisement