દીવ દુર્ઘટના : રાજયભરમાં ચાલતા એડવેન્ચર સાઇટનું ઇન્સ્પેકશનના આદેશ

25 November 2021 04:21 PM
Gujarat
  • દીવ દુર્ઘટના : રાજયભરમાં ચાલતા એડવેન્ચર સાઇટનું ઇન્સ્પેકશનના આદેશ

ગેરકાનુની એડવેન્ચર એકટીવીટી બંધ કરાવવા પણ સૂચના

ગાંધીનગર, તા.25
તાજેતરમાં દીવ દરિયા કાંઠે ચાલતી એડવેન્ચર એક્ટિવિટી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી એટલું જ નહીં સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી જોકે આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ઘટના ભવિષ્યમાં બનશે નહીં તે માટે પ્રવાસન સ્થળો ઉપર ચાલતાં લાયસન્સ વિનાના ગેરકાયદેસર ચાલતી એડવેન્ચર એક્ટિવિટી ઉપર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે આ ઉપરાંત લાઇસન્સ થી ચાલતી વિવિધ ગેમો અને રાઇડો નું નિયમિત ઇન્સ્પેક્શન થાય તે દિશામાં આદેશ કર્યા છે. રાજ્યના ટુરિઝમ જગ્યાઓ પર લાયસન્સ વિના થતી ગેરકાયદેસર એડવેન્ચર એક્ટીવીટી ઉપર રોક લગાવવા ટુરિઝમ વિભાગે આદેશ કર્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા દિવ દરિયા કાંઠે પેરાસુટની દોરી તૂટવાના કારણે પ્રવસીનો જીવ જોખમમાં મુકાયો હતો. ત્યારે આ ઘટનામાં દીવ ફરવા આવેલ પ્રવાસી નો આ વિડિઓ વાઇરલ થયો હતો. પરિણામેઆ સમગ્ર ઘટના પ્રવાસન વિભાગના ધ્યાને આવતા પ્રવાસન સ્થળ ઉપર થતી ગેરકાયદેસર એડવેન્ચર એક્ટીવીટીને અટકવા માટે જિલ્લા કલેક્ટરોને આદેશ કરાયા છે. એટલું જ નહીં. પ્રવાસન સ્થળો ઉપર લાઇસન્સ સાથે થતી એડવેન્ચર એક્ટિવિટી નું પણ નિયમિત ઇન્સ્પેકશન કરવાની સૂચના આપવામાં આવી હોવાના અહેવાલ સૂત્રો દ્વારા જાણવા મળ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement