સ્કવીડ ગેમની કોપી વેચનારને ઉત્તર કોરિયામાં ફાયરીંગ સ્કવોડ સમક્ષ ઉભો રાખી દેવાયો

25 November 2021 04:24 PM
India World
  • સ્કવીડ ગેમની કોપી વેચનારને ઉત્તર કોરિયામાં ફાયરીંગ સ્કવોડ સમક્ષ ઉભો રાખી દેવાયો

સાઉથ કોરિયાની સૌથી હીટ બનેલી ધારાવાહિક જોનારને આજીવન કેદની સજા

સીઓલ,તા. 25
નેટફિલક્સ પર ધૂમ મચાવી ગયેલી દક્ષિણ કોરિયન ધારાવાહિક સ્કવીડ ગેમ પર ઉત્તર કોરિયામાં પ્રતિબંધ છે. અહીં જો કે એક વ્યક્તિએ આ ધારાવાહિકની ડીજીટલ કોપી વેચતા તેને મોતની સજા ફટકારવામાં આવી છે અને ફાયરીંગ સ્કવોડ સમક્ષ ઉભો રાખી દેવામાં આવ્યો હતો જ્યારે અન્યને આ શો ગેરકાનૂની રીતે જોવા બદલ આજીવન આકરી કેદની સજા ફટકારાઈ છે. રેડીયો ફ્રી એશિયાના રિપોર્ટ મુજબ ઉત્તર કોરિયામાં આ ધારાવાહિકની ડીજીટલ કોપી ચાઈનાથી દાણચોરી મારફત લવાઈ હતી અને તેનું ફલેશ ડ્રાઈવમાં સ્ટોરેજ કરાયા બાદ તે વેચાતી હતી. નવ એપીસોડની આ સ્ટોરી નેટફિલકસ પર સૌથી વધુ હીટ બની છે અને અત્યાર સુધીમાં 111 મીલીયન લોકોએ તે જોઇ છે. જ્યારે આ ધારાવાહિકની કોપી વેચનારને ઝડપી લેવાયા બાદ તેને ફાયરીંગ સ્કવોડ સમક્ષ ઉભો રાખીને ગોળીએ દેવાયો હતો. જ્યારે જેઓએ આ ધારાવાહિકની કોપી મેળવી હતી તેમને પણ આજીવન કેદની સજા ફટકારાઈ છે.


Related News

Loading...
Advertisement
Advertisement