કંગની રનૌતને હવે દિલ્હી વિધાનસભા પરિષદની પેનલનું સમન્સ

25 November 2021 04:25 PM
India
  • કંગની રનૌતને હવે દિલ્હી વિધાનસભા પરિષદની પેનલનું સમન્સ

નવીદિલ્હી,તા. 25
સતત વિવાદમાં રહેવા સર્જાયેલી બોલીવૂડની અભિનેત્રી કંગના રનૌતની સામે હવે દિલ્હી વિધાનસભાએ પણ સમન્સ મોકલ્યું છે.કંગનાએ શીખ સમુદાય માટે જે ટીપ્પણી કરી હતી તે બદલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢા સહિતના લોકોએ પોલીસમાં ફરિયાદ તો દાખલ કરવામાં આવી જ છે જેમાં કંગના પર ઇરાદાપૂર્વક શીખોને ખાલિસ્તાની દર્શાવવાનો આરોપ મુકાયો હતો તો બીજી તરફ દિલ્હી વિધાનસભાની પેનલે પણ કંગનાના આ વિધાનોને અનિચ્છનીય ગણાવ્યા હતા અને 6 ડીસેમ્બરે બપોરે 12 વાગે વિધાનસભાની કમિટી સમક્ષ હાજર થવું પડશે. સમિતિના અધ્યક્ષ અને રંજનનગરના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે કંગનાની પોસ્ટ સૌને માટે પીડાદાયક છે.


Related News

Loading...
Advertisement
Advertisement