હવે ડીજીટલ બેન્કનો યુગ : શાખા વગર ઓનલાઈન તમામ બેન્કીંગ સેવા મળશે

25 November 2021 04:26 PM
India
  • હવે ડીજીટલ બેન્કનો યુગ : શાખા વગર ઓનલાઈન તમામ બેન્કીંગ સેવા મળશે

નવી દિલ્હી,તા. 25
દેશમાં પેમેન્ટ બેંકની નવી વ્યવસ્થા ચાલુ કરાયા બાદ હવે રિઝર્વ બેન્ક તથા કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણપણે ટેકનોલોજી આધારિત ડીજીટલ બેંકની રચના કરવાનો નિર્ણય લેવાયો છે અને તે કોઇ ફીઝીકલ બ્રાંચ ધરાવતી નહીં હોય પરંતુ બેન્કીંગ સેવાઓ પૂર્ણ રીતે ઓનલાઈન મળી જશે. નીતિ આયોગના જણાવ્યા મુજબ આ અંગેનો એક પ્રસ્તાવ તૈયાર કરી લેવામાં આવ્યો છે જેમાં ડીજીટલ બેંકના લાયસન્સ તથા મોનીટરીંગ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ બેન્ક સામાન્ય બેન્કની જેમ જ ડીપોઝીટ લેશે, ધીરાણ આપશે તથા બેન્કો જે કાંઇ સેવાઓ આપે છે તે આપશે. આ ડીજીટલ બેન્કનો મુખ્ય ઉદેશ્ય દૂર-દૂરના વિસ્તારોમાં જ્યાં બેન્કીંગ સેવાઓ ઉપલબ્ધ નથી ત્યાં આ સેવાઓ પહોંચે અને બેન્કીંગ સેવા સસ્તી બને તે જોવાનો છે. ઉપરાંત તે ઇન્ટરનેટ સિવાયના માધ્યમથી ચાલે તે જોવા સરકાર માગે છે જેથી કરીને તેનું સંચાલન પણ નેટ સુવિધા નહીં ધરાવતા વિસ્તારમાં થઇ શકે. અને તે માટે ટેકનોલોજીનો સહારો લેવાશે.


Related News

Loading...
Advertisement
Advertisement