કોરોના સામે એન્ટીબોડી પેદા થવામાં બીજો ડોઝ સૌથી મહત્વનો

25 November 2021 04:28 PM
India
  • કોરોના સામે એન્ટીબોડી પેદા થવામાં બીજો ડોઝ સૌથી મહત્વનો

નવી દિલ્હી,તા. 25
ભારતમાં કોરોના વેક્સિનમાં 110 કરોડથી વધુ ડોઝ અપાઈ ગયા છે જેમાં મોટાભાગમાં પ્રથમ ડોઝ છે તેથી જ સરકારે બીજો ડોઝ આપવા માટે નવેસરથી ઝુંબેશ છેડવાની જરુર છે. હાલ વેક્સિનેશન ધીમુ પડી ગયું હોય તેવા સંકેત છે તે વચ્ચે જાહેર આરોગ્ય નિષ્ણાંત અને આરોગ્ય સેવાના ડીરેક્ટર તરીકે કામ કરી ચૂકેલા ડો. પી.પી. ડોકેએ જણાવ્યું હતું કે બે ડોઝ જ લેવા મહત્વના છે કારણ કે કોરોના સામે એન્ટીબોડી પેદા થવામાં બીજા ડોઝની ભૂમિકા મહત્વની છે. અનેક લોકો વેક્સિનનો એક ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવાનું ટાળે છે પરંતુ કોરોનાનો બીજો ડોઝ શરીરમાં એન્ટી બોડી બનાવવામાં સૌથી મહત્વનો છે અને તેથી જે સમયગાળો નિશ્ર્ચિત થયો હોય તે સમયે બીજો ડોઝ લઇ લેવો જોઇએ તેવું તેમણે મંતવ્ય વ્યક્ત કર્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement