સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડનો આઇપીઓ 30 નવેમ્બરના રોજ ખુલશે

25 November 2021 04:30 PM
Business India
  • સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડનો આઇપીઓ 30 નવેમ્બરના રોજ ખુલશે

સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડએ 30 નવેમ્બર, 2021ના એનો આઇપીઓ લાવશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 870થી રૂ. 900 નક્કી થઈ છે. બિડ લઘુતમ 16 ઇક્વિટી શેર અને પછી 16 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. ઓફરમાં રૂ. 20,000 મિલિયન સુધીના ફ્રેશ ઇશ્યૂ અને 58,324,225 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર સામેલ છે, જેમાં 30,683,553 ઇક્વિટી શેર સેફક્રોપ ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્ડિયા એલએલપીના, 137,816 ઇક્વિટી શેર કોનાર્ક ટ્રસ્ટના, 9,518 ઇક્વિટી શેર એમએમપીએલ ટ્રસ્ટના તેમજ 7,680,371 ઇક્વિટી શેર એપિસ ગ્રોથ 6 લિમિટેડના, 4,110,652 ઇક્વિટી શેર મિઓ આઇવી સ્ટારના, 7,438,564 ઇક્વિટી શેર યુનિવર્સિટી ઓફ નોત્રે દેમ દુ લેકના, 4,110,652 ઇક્વિટી શેર મિઓ સ્ટારના, 2,509,099 ઇક્વિટી શેર આરઓસી કેપિટલ પ્રાઇવેટ લિમિટેડના, 1,000,000 ઇક્વિટી શેર વેંકટસ્વામી જગન્નાથનના, 500,000 ઇક્વિટી શેર સાંઇ સતિશના અને 144,000 સુધી ઇક્વિટી શેર બર્જિસ મિનૂ દેસાઈનાં સામેલ છે.ઓફરમાં લાયકાત ધરાવતા કર્મચારીઓ માટે રૂ. 1,000 મિલિયન સુધીનું રિઝર્વેશન સામેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement