કોરોના વેક્સિનેશનમાં ફક્ત 40 ટકા જ સંક્રમણ ફેલાતું રોકવાની ક્ષમતા

25 November 2021 04:30 PM
India
  • કોરોના વેક્સિનેશનમાં ફક્ત 40 ટકા જ સંક્રમણ ફેલાતું રોકવાની ક્ષમતા

નવી દિલ્હી,તા. 25
ભારત અને દુનિયામાં કોરોના સામેના જંગમાં વેક્સિનેશનની મુખ્ય જવાબદારી છે અને તેથી જ વધુને વધુ લોકો વેક્સિન લે તો કોરોનાને વિદાય આપી શકાશે તેમ મનાય છે પરંતુ હવે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ આ વેક્સિનની અસરકારકતા અંગે પણ પ્રશ્ર્ન ઉઠાવ્યા છે અને હાલમાં જ ડબલ્યુએચઓના વડાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે વેક્સિનથી કોવિડના સંક્રમણ ફેલાવાની શક્યતા 40 ટકા ઘટે છે. અમેરિકા અને યુરોપમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને તેમાં સંપર્ક એ મુખ્ય કારણ છે તે સમયે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના વડાનું આ નિવેદન મહત્વનું છે. ગત સપ્તાહમાં જે કાંઇ કોરોના કેસો અને મૃત્યુ નોંધાયા તેમાં 60 ટકા યુરોપમાં હતા જ્યાં વેક્સિન પણ આગળ વધ્યું છે અને ટ્રાન્સમિશનની 40 ટકા ક્ષમતાથી વેક્સિન લેનાર પણ કોરોના સંક્રમિત બને તેવો ભય છે તો તે અન્યને પણ સંક્રમીત કરી શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement