મુંબઈના બહુચર્ચિત શક્તિ મીલ ગેંગરેપમાં ત્રણ આરોપીઓની મોતની સજા રદ કરતી હાઈકોર્ટ

25 November 2021 04:31 PM
Crime India
  • મુંબઈના બહુચર્ચિત શક્તિ મીલ ગેંગરેપમાં ત્રણ આરોપીઓની મોતની સજા રદ કરતી હાઈકોર્ટ

ફક્ત લોકોના આક્રોશના આધારે આરોપીની સજા નિશ્ર્ચિત થઇ શકે નહીં : મૃત્યુ દંડની સજા જવલ્લે જ આપવી જરુરી

મુંબઈ,તા. 25
મુંબઈના બહુચર્ચિત શક્તિ મીલ ગેંગરેપમાં હાઈકોર્ટે આરોપીઓની મોતની સજા રદ કરી છે અને નિરીક્ષણ વ્યક્ત કર્યું હતું કે કોઇપણ ઘટના પર લોકોનો આક્રોશ હોય તેના પરથી આરોપીની સજા નક્કી થઇ શકે નહીં. હાઈકોર્ટે એ પણ જણાવ્યું કે ચોક્કસપણે શક્તિ મીલ ગેંગરેપ કેસ સમગ્ર સમાજ માટે એક અત્યંત ગંભીર આંચકો હતો અને રેપ પીડિતાને ફક્ત શારીરીક જ નહીં માનસિક સતામણી થઇ હતી તથા માનવાધિકારનો ભંગ પણ હતો પણ ફક્ત લોકોના આક્રોશ કે લાગણીઓને કોઇ આરોપીની સજા માટે કારણ ગણી શકાય નહીં.

મૃત્યુ સજા એ અત્યંત જવલ્લે જ આપવાની જરુર છે. લોકોમાં આક્રોશ હોય તેથી આ પ્રકારની સજા અપાઇ નહીં.જો કે આરોપીઓને હાઈકોર્ટે આજીવન કારાવાસની સજા આપી છે. જેમા તેઓને સખ્ત કેદની સજા ગણાશે. હાઈકોર્ટે 23 વર્ષની ફોટો જર્નાલીસ્ટ પર ઓગસ્ટ, 2013માં શક્તિ મીલ કમ્પાઉન્ડમાં થયેલા ગેંગરેપ પર આજે ચૂકાદો આપ્યો હતો.

સેસન્સ કોર્ટે 2014માં વિજય જાધવ, મહંમદ કાસીમ તથા મહમદ સલીમને મોતની સજા ફટકારી હતી. સરકારે જે નવો રેપ એક્ટ અમલમાં લાવ્યો તે બાદની આ પ્રથમ સજા હતી. જેમાં આરોપીને મોતની સજાની જોગવાઈ હતી. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સાધના જાધવની ખંડપીઠે જણાવ્યું કે રેપના કેસમાં પણ બહુ જવલ્લે જ મૃત્યુ દંડ અપાવો જોઇએ. ભૂતકાળમાં આ પ્રકારના ગુના કરી ચૂકેલા આરોપીને આકરી સજા થાય તો તેનો કોઇ વાંધો ન હોઇ શકે.


Related News

Loading...
Advertisement
Advertisement