રાજકોટ : ભીલવાસમાં રીક્ષાના ભાડા મામલે બઘડાટી:બે ઘવાયા

25 November 2021 04:56 PM
Rajkot
  • રાજકોટ : ભીલવાસમાં રીક્ષાના ભાડા મામલે બઘડાટી:બે ઘવાયા

પ્રૌઢે કહ્યું તમે ભાડું આપતા નથી મારે ભાડું કરવું નથી તેમ કહેતા આરોપીએ રીક્ષાના કાચ તોડ્યા:પ્રૌઢને ઢીકાપાટુનો મારમાર્યો

રાજકોટ,તા.25
ભીલવાસમાં રહેતા નૂરમહમદ અબુભાઈ લાખા(ઉ.વ.55)નામના પ્રોઢે ફરિયાદમાં મહેબૂબ જમાલ કટારીયા (ઉ.વ.23) (રહે.સદરબજાર ખાટકીવાસ તથા હનુમાન મઢી રૈયારોડ)નું નામ આપતા પોલીસમાં કલમ 324,323,504,427 હેઠળ કાર્યવાહી કરાઈ છે.

નૂરમહમદભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવું છું.હું મારા ઘર પાસે હતો ત્યારે મહેબૂબે રીક્ષાને ભાડા મામલે કહેતા મેં તેમને કહ્યું કે તમે ભાડાના પૈસા આપતા નથી જેથી મારે ભાડું કરવું નથી.તેમ કહેતા આરોપીને સારું નહીં લાગતા આરોપીએ ઉશ્કેરાઈને રીક્ષામાં આગળનો કાચ ફોડી નાખી નુકશાન કરી તેમજ મારી સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો.તેમજ તેમના હાથમાં રહેલી લાકડી વડે મારમાર્યો હતો.જેથી હું પડી જતા મને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે સમાપક્ષે સોયબ જમાલ કટારીયા(ઉ.વ.25)ને ઇમરાન હસન,નાસિર,નૂરમહમદ, કાસમ અને અલીએ ધોકા પાઇપ વડે હુમલો કરી મારમાર્યો હતો.આ અંગે પ્ર.નગર પોલીસ તેમજ કુલ પાંચેક જેટલી પોલીસ વેન ઘટનાસ્થળે દોડી ગઈ હતી.


Related News

Loading...
Advertisement
Advertisement