ઓબીસી સમાજને વસતી મુજબ પુરતું પ્રતિનિધિત્વ મળતું નથી: ધોકો પછાડતા નરેન્દ્ર સોલંકી

25 November 2021 04:57 PM
Rajkot
  • ઓબીસી સમાજને વસતી મુજબ પુરતું પ્રતિનિધિત્વ મળતું નથી: ધોકો પછાડતા નરેન્દ્ર સોલંકી

ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ આવતા વર્ષે આવી રહી છે ત્યારે ઓબીસી સમાજના અગ્રણીનું સૂચક વિધાન !

રાજકોટ, તા.25
આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપ અગ્રણી અને ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના આગેવાન તથા આપાગીગાનો ઓટલોના મહંત નરેન્દ્રભાઈ સોલંકીએ સૂચક વિધાન કર્યા છે. ઓબીસી સમાજને વસતી મુજબ પ્રતિનિધિત્વ મળતું નથી આથી ઓબીસી સહિત દરેક સમાજને વસતી મુજબ પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેવું સૂચક વિધાન કરતા નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવેલ હતું કે, મારો કોઈ સમાજ સામે વિરોધ નથી પરંતુ આપણો દેશ લોકશાહી દેશ છે અને આ લોકશાહી દરેક સમાજને તેની વસતી મુજબ યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની એક બેઠક મળી હતી ત્યારે ઓબીસીમાં સમાવિષ્ટ જ્ઞાતિઓને અન્યાય થતો હોવાનો સૂર ઉઠયો હતો. આ બેઠકમાં નરેન્દ્ર સોલંકી પણ હાજર રહ્યા હતા. દરમિયાન આજરોજ નરેન્દ્રભાઈ સોલંકીનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે દરેક સમાજને તેની વસતીના પ્રમાણમાં પુરતું મહત્વ અને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. નરેન્દ્રભાઈએ જણાવેલ હતું કે તેઓનો કોઈપણ સમાજ સામે વિરોધ નથી પરંતુ લોકશાહીમાં દરેક સમાજને તેની વસતીના આધારે પ્રતિનિધિત્વ મળવું જોઈએ.

નરેન્દ્રભાઈએ એવું પણ જણાવેલ હતું કે દા.ત. વિશ્વકર્મા સમાજની રાજ્યમાં 9 ટકા વસતી છે આથી વિશ્વકર્મા સમાજને તે મુજબ પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેમજ આદિવાસી સમાજની 14 ટકા વસતી છે આથી તેને પણ લોકશાહી મુજબ પ્રતિનિધિત્વ મળવું જોઈએ. જ્યારે રાજ્યમાં ઓબીસી સમાજની 54 ટકા વસતી છે તો ઓબીસી સમાજને પણ તેની વસતીના પ્રમાણમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. જો કે ઓબીસી સમાજની વસતી વધુ હોવા છતા તેને પુરતું પ્રતિનિધિત્વ અપાતું નથી.


Related News

Loading...
Advertisement
Advertisement