ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં આગામી સપ્તાહે મુવેબલ હોસ્પિટલનું થશે ઉદઘાટન

25 November 2021 04:59 PM
Rajkot
  • ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં આગામી સપ્તાહે મુવેબલ હોસ્પિટલનું થશે ઉદઘાટન

ઇન્ડો-અમેરિકન ફાઉન્ડેશનના સહયોગથી ત્રણ કરોડના ખર્ચે

રાજકોટ, તા.25
ઇન્ડો-અમેરિકન ફાઉન્ડેશનના સહયોગથી શહેરના ચૌધરી સ્કુલના ગ્રાઉન્ડમાં રૂા. 3 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલ મુવેબલ હોસ્પિટલનું આગામી સપ્તાહે ઉદઘાટન કરાશે. તેમ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થતા દર્દીઓને આરોગ્ય સારવાર મેળવવામાં ભારે મુશ્કેલી પડી હતી. રઝળપાટ કરવા છતાં હોસ્પિટલોમાં બેડ નહીં મળવાના કારણે દર્દીઓની હાલત કફોડી બની જવા પામી હતી.

આ સંજોગોમાં ઇન્ડો-અમેરિકન ફાઉન્ડેશનના સહયોગથી સિવિલ હોસ્પિટલ નજીક ચૌધરી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં જ મુવેબલ હોસ્પિટલ ઉભી કરવા માટે વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. 100 બેડની હોસ્પિટલ તૈયાર થતા આગામી સપ્તાહે તેનું ઉદઘાટન કરાશે. આ મુવેબલ હોસ્પિટલ કોરોનાની આગામી લહેરને લક્ષમાં રાખીને બનાવવામાં આવી હતી. જેનું કામ પરિપૂર્ણ થતા આગામી સપ્તાહે તેનું ઉદઘાટન થતા નગરજનોની આરોગ્ય સુવિધામાં વધારો થશે.


Related News

Loading...
Advertisement
Advertisement