સ્પામાં ચાલતા સેક્સ રેકેટનું રાજકોટવ્યાપી નેટવર્ક, બે અલગ સ્પામાંથી મળેલી રૂપલલનાઓ એક જ સ્થળે રહે છે

25 November 2021 04:59 PM
Rajkot Crime Saurashtra
  • સ્પામાં ચાલતા સેક્સ રેકેટનું રાજકોટવ્યાપી નેટવર્ક, બે અલગ સ્પામાંથી મળેલી રૂપલલનાઓ એક જ સ્થળે રહે છે
  • સ્પામાં ચાલતા સેક્સ રેકેટનું રાજકોટવ્યાપી નેટવર્ક, બે અલગ સ્પામાંથી મળેલી રૂપલલનાઓ એક જ સ્થળે રહે છે
  • સ્પામાં ચાલતા સેક્સ રેકેટનું રાજકોટવ્યાપી નેટવર્ક, બે અલગ સ્પામાંથી મળેલી રૂપલલનાઓ એક જ સ્થળે રહે છે
  • સ્પામાં ચાલતા સેક્સ રેકેટનું રાજકોટવ્યાપી નેટવર્ક, બે અલગ સ્પામાંથી મળેલી રૂપલલનાઓ એક જ સ્થળે રહે છે

ગઇકાલે યુનિવર્સિટી પોલીસે રોયલ મિન્ટ સ્પા અને માલવીયા પોલીસે રોયલ ફેમિલી સ્પામાં દરોડો પાડી 2 ગ્રાહકો સહિત પાંચની ધરપકડ કરેલી, જેમાં પાંચ રૂપલલનાઓને પણ મુક્ત કરાવાઈ છે: પોલીસે રાજકોટ, દિલ્હી, અમદાવાદની રૂપલલનાઓને સાક્ષી બનાવી ગુનો દાખલ કર્યો

* પોલીસે દરોડો પાડયા હતા તે રોયલ ફેમીલી સ્પા અને રોયલ મિન્ટ સ્પા આજે બંધ જોવા મળ્યા હતા.

રાજકોટ,તા. 25
રાજકોટમાં ફરી એકવાર પોલીસે સ્પામાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. જો કે, આ સાથે જ રાજકોટ વ્યાપી આખુ સેક્સ રેકેટ ખુલે તેવી સંભાવના છે. કારણ કે, જુદા-જુદા બે સ્પામાંથી મળી આવેલી બે રુપલલનાઓ એક જ સ્થળે ભાડાના મકાનમાં રહેતી હતી. ગઇકાલે યુનિવર્સિટી પોલીસ અને માલવીયાનગર પોલીસે દરોડો પાડી કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ પર આવેલા બે સ્પામાંથી બે ગ્રાહકો સહિત પાંચને ઝડપી લીધા હતા.

અને પાંચ રુપલલનાઓને મુક્ત કરાવાઈ હતી. કોરોના કાળમાં સ્પા બંધ રાખવા હુકમ હતો, જો કે તાજેતરમાં જ સ્પા ખોલવા મંજૂરી અપાતા જ ફરી સ્પામાં કુકર્મો શરુ થઇ ગયા છે. જેમાં ગઇકાલે યુનિવર્સિટી પોલીસના પીઆઈ એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.બી. જાડેજા અને તેની ટીમે યુનિવર્સિટી રોડ પર આવેલા શુભધારા કોમ્પલેક્ષના બીજા માળે આવેલા રોયલમિન્ટ સ્પામાંથી કુટણખાનુ ઝડપી લીધું હતું.

અહીં ગ્રાહક તરીકે આવેલા જીગર રમેશ દુધરેજીયા (ઉ.28, રહે. પુષ્કરધામ સોસા. ક્રિષ્ના એપાર્ટમેન્ટ)ને રુપલલના સાથે કઢંગી હાલતમાં ઝડપી લીધો હતો. સ્પા સંચાલક અક્ષય જીતેશ મકવાણા (ઉ.22) અને હિરેન દિપક વાઘેલા (ઉ.21) (રહે. બન્ને પરસાણાનગર શેરી નં. 3, જામનગર રોડ)ને ઝડપી લેવાયા હતા. આ સ્પામાંથી રાજકોટની 21 વર્ષીય યુવતિ, હાલ રાજકોટ રહેતી પણ મૂળ નોઇડા દિલ્હીની 24 વર્ષીય યુવતિ અને અમદાવાદની 28 વર્ષીય યુવતિ મળી આવતા તેની પુછપરછમાં જાણવા મળેલ કે, આરોપી અક્ષય ગ્રાહકો પાસેથી રૂા. 2500 લઇ તેઓને શરીર સંબંધ બાંધવાના રૂા. 1000 આપતો હતો. અહીંથી ત્રણેય આરોપી ધરપકડ કરી મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂા. 73500નો મુદામાલ કબજે કર્યો છે.

બીજા દરોડામાં માલવીયાનગર પોલીસના પીઆઈ કે.એમ. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.બી. રાણાએ તેમની ટીમ સાથે કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિર સામે આવેલા અમીવર્ષા કોમ્પલેક્ષના બીજા માળે આવેલા રોયલ ફેમિલી સ્પામાં દરોડો પાડતા રૂમ નં. 3માંથી રૂપલલના સાથે રંગરેલીયા મનાવતા ગ્રાહક પાર્થ બાબુ રાદડીયા (ઉ.વ.29 રહે. રણછોડનગર શેરી નં. 7)ને ઝડપી લેવાયો હતો. અહીં સ્પા ચલાવતા હિરેન નિતીન જોષી (ઉ.34, રહે. લોકમાન્યતિલક ટાઉનશીપ, રેલનગર)ની પણ ધરપકડ કરાઈ હતી.

અહીંથી પોલીસને હાલ રાજકોટ પણ મૂળ પરપ્રાંતિય 31વર્ષીય યુવતિ રોહિણી દિલ્હી ખાતેની 33 વર્ષીય યુવતિ મળી આવેલી. અહીં પણ રૂા. 2500 લઇ સ્પા સંચાલક રુપલલનાને ગ્રાહક સાથે શરીર સંબંધ બાંધવાના રૂા. 1000 આપતો હતો. અહીંથી પોલીસે મોબાઈલ અને રોકડ મળી રૂા. 33500નો મુદામાલ કબજે કર્યો છે.આ બન્ને સ્પામાં ઘણી બધી વસ્તુઓ એક સરખી જ જોવા મળી જેમાં ગ્રાહક પાસેથી રૂા. 2500 લેવાતા અને રુપલલનાને રૂા. 1000 અપાતા, આ ઉપરાંત રોયલમિન્ટ સ્પામાંથી મળી આવેલી 21 વર્ષીય રૂપલલના અને રોયલ ફેમિલી સ્પામાંથી મળી આવેલી 31 વર્ષીય યુવતી બન્ને રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પાસે આવેલી એક સોસાયટીમાં રહે છે. એ પણ એક જ મકાન માલિકના ભાડાના મકાનમાં તેઓનું રહેણાંક દર્શાવવામાં આવ્યું છે. જેથી રાજકોટમાં સ્પાના ઓઠા તળે ચાલતુ સેક્સ રેકેટનું નેટવર્ક રાજકોટ વ્યાપી છે. પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરે તો આ શરીરના ધંધામાં કેટલાક વચેટીયા અને મગરમચ્છો પણ ઝડપાઈ શકે છે.

15 દિવસ પહેલા જ સ્પા ચાલુ કર્યું અને 3 રૂપલલનાઓને પણ શોધી કાઢી ?
રોયલ મિન્ટ સ્પામાં દરોડા દરમિયાન જાણવા મળેલ કે અહીં પહેલા પણ સ્પામાંથી કુટણખાનુ ઝડપાયું છે. જો કે તે સમયના આરોપી અલગ હતા. હવે સ્પાના માલિકે મૂળ હાઉસ કીપીંગનું કામ કરતા અક્ષય મકવાણાને ભાડા કરાર લખી આપી આ સ્પા ચલાવવા સોંપી આપ્યું હતું. 15 દિવસ પહેલા ભાડા કરાર થયેલો જે પોલીસે કબ્જે કર્યો છે. તપાસ થાય તો એવું પણ સામે આવી શકે કે, કાગળો ઉપર સંચાલકો માત્ર દેખાડવા પુરતા છે. સમગ્ર સેક્સ રેકેટને ચલાવનારા મોટામાથા અને મોટા મગરમચ્છો છટકી ન જાય તે પોલીસે ધ્યાન પર રાખવું જરુરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement