4000 ચો.મી. જમીનની કરાયેલી ફાળવણી : રૈયામાં કુમાર છાત્રાલય બનશે

25 November 2021 05:01 PM
Rajkot
  • 4000 ચો.મી. જમીનની કરાયેલી ફાળવણી : રૈયામાં કુમાર છાત્રાલય બનશે

ઘંટેશ્વરમાં માનસિક બિમારીની સારવાર માટે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ખાસ કેન્દ્ર કાર્યરત થશે

જી-સેટ માટે લોધીકા-ભાડલામાં તેમજ જેટકોના ટ્રાન્સમીશન માટે વડલી-સરપદડમાં જમીન ફાળવાઈ

રાજકોટ,તા. 25
શહેરના જામનગર રોડ પર આવેલ ઘંટેશ્વરમાં માનસિક બિમારીની સારવાર માટે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ખાસ કેન્દ્ર કાર્યરત કરવામાં આવનાર છે. આ કેન્દ્રના નિર્માણ માટે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા 4000 ચો.મી. જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રૈયા વિસ્તારમાં વધુ એક કુમાર છાત્રાલયના નિર્માણ કરવા માટે 5284 ચો.મી. જમીનની પણ ફાળવણી કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આ અંગેની વિશેષ વિગતો આપતાં જણાવ્યું હતું કે ઘંટેશ્વરમાં માનસિક ક્ષતિવાળા દર્દીઓની સારવાર માટે આ કેન્દ્ર નજીકના ભવિષ્યમાં કાર્યરત થતા જ તબીબી સુવિધામાં વધારો થશે. અહીં એ ઉલ્લેખનીય છે કે હાલ શહેરના જામનગર રોડ પર સરકારી કુમાર અને ક્ધયા છાત્રાલય કાર્યરત છે જે બાદ હવે રૈયા ગામની સરકારી ખરાબાની 5000 ચો.મી. જમીન પર પણ કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે.

આ છાત્રાલય બનતા વિદ્યાર્થીઓ માટે રહેણાંકની સુવિધામાં વધારો થશે. કલેક્ટર અરુણ મહેશ બાબુએ વિશેષમાં એમ પણ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેટકો ટ્રાન્સમીશન માટે વડલી અને સરપદડમાં 12,000 ચો.મી. તેમજ જી-સેટ માટે લોધીકા અને ભાડલામાં જમીનની ફાળવણી કરવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement