શિયાળામાં દૂધમાં અંજીર કે આદુ ઉકાળીને પીવાથી સ્વાસ્થ્ય માટે અતિ લાભદાયક

25 November 2021 05:06 PM
India
  • શિયાળામાં દૂધમાં અંજીર કે આદુ ઉકાળીને પીવાથી સ્વાસ્થ્ય માટે અતિ લાભદાયક

આ દૂધ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવાની સાથે શરદી-ઉધરસથી દૂર રાખે છે

શિયાળાની ઋતુમાં ખુદને ગરમ રાખવું અને ઠંડીથી બચવું બેહદ જરુરી છે. નહિતર અનેક સમસ્યાઓ ઘેરી લે છે. એવામાં ડોશીમાના વૈદોના પ્રયોગો અજમાવી શકાય છે. રાતે સૂતા પહેલાં અંજીર કે પછી આદુવાળું દૂધ પીવું જોઇએ. સુકા અંજીરને ગરમ દૂધની સાથે મેળવવામાં આવે છે. ત્યારે આ સરસ પાનક બની જાય છે. તેનાથી હાડકા, દાંતો તથા ઇમ્યુન સીસ્ટમને લાભ પહોંચી શકે છે. આ પ્રયોગથી મગજ પણ સારી રીતે કામ કષરવા લાગે છે. સોજાને દૂર કરવા, સાંધાના દર્દો તથા માંસપેશીઓના દર્દથી પણ રાહત મળે છે. આ દૂધ પીવાથી શરીરનું મેટાવોલિજમ બહેતર બને છે. આ રીતે દૂધમાં આદુ નાંખીને પીવાથી રોગ પ્રતિરોધક શક્તિ વધે છે. આ દૂધ પીવાથી શરદી, ઉધરસ, વાયરલ જેવી બિમારીઓ થતી નથી. આદુમાં એન્ટીવેક્ટીરિયલ ગુણો હોય છે. જે શરીરને હાનિકારક બેકટેરીયાને ખતમ કરે છે.

અંજીર
અંજીરમાં એન્ટી અને કિસડેન્ટ સહિત વિટામીન, મિનરલ્સ જોવા મળે છે. જેમ કે વિટામીન એ, કે, સી, ઇ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશ્યમ, અને કોપર વગેરે તાજા અંજીરના મુકાબલામાં સૂકા અંજીરની અંદર પોષ તત્વોની માત્રા અધિક છે. 100 ગ્રામ સૂકા અંજીરની અંદર 9.8 ગ્રામ ડાઈટ્રી ફાયબર અને તાજા અંજીર અને તાજી અંજીરની અંદર 2.9 ગ્રામ ફાયબર હોય છે. તે સિવાય અંજીરની વાત કરીએ તો તેમાં 0.75 ગ્રામ પ્રોટીન હોય છે ત્યારે સૂકા અંજીરમાં પ્રોટીનની માત્રા 3.3 ગ્રામ જોવા મળે છે.

આદુ
જો રોજ આદુવાળુ દૂધ પીતા હો તો તેનાથી ગળાનું ઇન્ફેકશન, કફ, ખાંસીની સમસ્યા દૂર થઇ જશે. રાતના સૂતી વખતે આદુવાળુ દૂધ પીવું, તેના એક કલાક સુધી પાણી ન પીવું. જો કબજીયાત, પેટમાં દર્દ, એસીડીટી, એસીડ રિપલક્સની સમસ્યાથી પરેશાન હો તો આદુવાળુ દૂધ પી શકાય છે. આદુમાં ભરપૂર ફાયબર છે, જેથી મળ બહાર નીકળી જાય છે. એવામાં આદુ ખાવાથી પાચન ક્રિયા પણ સારી રહે છે. આદુમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ હોય છે, જેથી આસ્ટિયોપોરોસિસની સમસ્યા દૂર થઇ જાય છે.

આદુવાળા દૂધથી શરીરને કેલ્શીયમ અને પોટેશ્યમ મળે છે. જેનાથી હાડકાં મજબૂત બને છે. આદુમાં એન્ટી ઇનફલેમેટ્રી ગુણ હોય છે. જેતી હાડકાના સોજા અને ગઠિયા રોગ દૂર થાય છે. આદુમાં એન્ટીબેકટીરયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. તેથી પેટથી જોડાયેલી અનેક પ્રકારની સમસ્યાઓ ખતમ થઇ જાય છે. પેટના દર્દની પરેશાનીમાં પણ આદુનું દૂધ કારગર સાબિત થઇ શકે છે. આદુની તાસીર ગરમ હોય છે. અંજીરમાં અનેક પ્રકારના પોષક તત્વ અને વિટામીન હોય છે. એટલા માટે અંજીર તથા આદુ બન્ને લાભદાયક છે. આદુ ઔષધિનું કામ કરે છે.


Related News

Loading...
Advertisement
Advertisement