‘કબીરસિંહ’ બાદ ‘જર્સી’ બનાવવા માટે હું ભીખારીની જેમ નિર્માતાઓ પાસે ગયેલો: શાહિદ

25 November 2021 05:08 PM
India
  • ‘કબીરસિંહ’ બાદ ‘જર્સી’ બનાવવા માટે હું ભીખારીની જેમ નિર્માતાઓ પાસે ગયેલો: શાહિદ

શાહિદ ફિલ્મના પાત્રમાં પુરેપુરો ઘૂસી ગયો છે: નિર્દેશક ગૌતમ : શાહિદ નવી ફિલ્મ ‘જર્સી’ના ટ્રેલરમાં છવાઈ ગયો

મુંબઈ, તા.25
‘કબીરસિંહ’થી સ્ટારડમનો સ્વાદ ચાખનાર એકટર શાહિદ કપૂર આજકાલ તેની આગામી ફિલ્મ ‘જર્સી’ને લઈને સમાચારોમાં છે. હાલમાં જ ફિલ્મના રિલીઝ થયેલા ટ્રેલરમાં શાહિદ છવાઈ ગયો છે અને બધા તેની પ્રશંસા કરી રહ્યા છે પરતું તેણે ટ્રેલરના લોન્ચિંગ પર એવો ખુલાસો કર્યો કે બધા આશ્ર્ચર્યચકિત થઈ ગયા હતા.

શાહિદે જણાવ્યું હતું કે, ‘કબીરસિંહ’ની સફળતા બાદ તે અનેક મોટા ફિલ્મ મેકર્સ પાસે ગયો હતો અને તેમને ફિલ્મ ‘જર્સી’ બનાવવાની વિનંતી કરી હતી પણ કોઈએ શાહિદની વાતને ગંભીરતાથી નહોતી લીધી. શાહિદનું માનીએ તો તે એ નિર્માતા-નિર્દેશકો પાસે ગયો હતો, જેમણે 200 કરોડથી 250 કરોડની કમાણી કરનારી ફિલ્મો બનાવી હતી પણ કોઈએ ‘જર્સી’માં રસ નહોતો દાખવ્યો.

શાહિદ ચોંકાવનારી વાત કહે છે કે કબીરસિંહ રિલીઝ થયા બાદ હું બધાની પાસે ભિખારીની જેમ ગયો હતો, મારા માટે આ એકદમ નવું હતું. ઈન્ડસ્ટ્રીમાં 15થી 16 વર્ષ વિતાવવા છતા મારી કોઈ ફિલ્મે આટલી કમાણી નથી કરી એટલે મને સમજમાં જ ન આવ્યું કે હું કયાં જાઉં ? આપ કહી શકો છો કે ‘જર્સી’ ન કરવાની મેં ઘણી કોશિ કરી. આ ફિલ્મની મને ‘કબીરસિંહ’ પહેલાં પણ ઓફર થઈ હતી. તેની ક્રેડિટ ફિલ્મના ડિરેકટર ગૌતમ તિન્નાતુટીને આપવા ઈચ્છું છું, જે મારી સાથે હજુ પણ કામ કરી રહ્યા છે.

તેમણે મારી રાહ જોઈ, હું ખૂબ ખુશ છું કે તેમણે આ ફિલ્મ કરી, હું કહી શકું કે આ મારી અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મ છે. ડિરેકટર ગૌતમે પણ જણાવ્યું હતું કે ‘કબીરસિંહ’ની સફળતા પછી શાહિદ જરા પણ નથી બદલ્યા, તે પુરી રીતે ફિલ્મની વાર્તામાં અને પાત્રમાં ઘુસી ગયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement