6.16 કરોડની મિલ્કત જપ્ત કરતું કલેકટર તંત્ર

25 November 2021 05:22 PM
Rajkot
  • 6.16 કરોડની મિલ્કત જપ્ત કરતું કલેકટર તંત્ર

કોટેચા ઇન્ડસ્ટ્રીઝની પણ મિલ્કત જપ્તી : બેંક ઓફ બરોડા સહિતની 10 બેંકોના બાકી લેણા વસુલવા કાર્યવાહી : 16 કરોડની રીકવરી કરાશે

રાજકોટ, તા.25
રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા 6.16 કરોડની મિલ્કત જપ્ત કરવામાં આવી છે જેમાં કોટેચા ઇન્ડસ્ટ્રીઝની પણ લાખોની મિલ્કત જપ્ત કરવામાં આવી છે તેમ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવી ઉમેર્યુ હતું કે આગામી સમયમાં વધુ મિલ્કત જપ્ત કરવાની પણ કાર્યવાહી શરૂ રખાશે.

અહીં ઉલ્લેખનીય છે કે સિકયુવી ટાઇઝેશન એકટ હેઠળ બેંકોના બાકી લેણા વસુલવા માટે મિલ્કત જપ્તી અંગે જિલ્લા કલેકટરને સત્તા આપવામાં આવી છે. જે અંતર્ગત કલેકટર તંત્ર દ્વારા 6.16 કરોડની આ મિલ્કત બેંકોના બાકી લેણા સબબ જપ્ત કરી બેંકોના હવાલે કરવામાં આવી છે.

બેંક ઓફ બરોડા સહિતની 10 બેંકોને બાકી લેણા વસુલવા માટે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આગામી સમયમાં પણ આ અંગેની ઝુંબેશ શરૂ રાખી કુલ 16 કરોડની મિલ્કત જપ્તી કરવામાં આવનાર હોવાનું કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવેલ હતું.


Related News

Loading...
Advertisement
Advertisement