રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડેલા ‘દીન’ને છોડાવવા ‘પીન્ટુ’એ મસમોટો વહીવટ કરાવ્યો!

25 November 2021 05:26 PM
Rajkot
  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડેલા ‘દીન’ને છોડાવવા ‘પીન્ટુ’એ મસમોટો વહીવટ કરાવ્યો!

ગુજરાતના બુકીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા ‘દીન’ને મેથીપાક આપવા બાકડે સુવડાવ્યો ત્યાં જ ‘પીન્ટુ’ ક્રાઇમ બ્રાન્ચે દોડી આવ્યો :વહીવટ પૂરો થતાં જ ‘દીન’ને છોડી દેવાયો

રાજકોટ,તા.25
અમદાવાદના એક વેપારીને સસ્તું સોનું અપાવી દેવાની લાલચ આપી રોકડા સાડા પાંચેક કરોડ અને મોંઘીદાટ ગાડી પડાવીને હાથ ઉંચા કરી દેવાની ફરિયાદ નોંધાયા બાદ આ કાંડમાં સંડોવાયેલા લગભગ તમામ આરોપીઓ ‘સેટિંગ’ કરીને ખુલ્લેઆમ ફરી રહ્યા હતા.

ત્યારે બીજી બાજુ આ ગુનામાં સંડોવાયેલા અને રાજકોટ સહિત સમગ્ર રાજ્યના તમામ બુકી સાથે સાંઠ ગાંઠ ધરાવતા તેવા એક બુકીને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદથી ઉઠાવી લીધો હતો અને સાત આંકડાનો વહીવટ થઈ જતા તે બુકીને છોડી દેવાયો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર,સસ્તું સોનું આપવાના કાંડમાં રાજકોટથી દુબઈ સ્થાયી થયેલા એક બુકીની સંડોવણી પણ ખુલવા પામી હતી.પરંતુ આ ફરિયાદ થયા બાદ પોલીસની તપાસ ઢીલી પડી હતી ત્યાં અચાનક જ અમદાવાદથી રાજકોટના આ બુકીને પકડી લેવાયો હતો.બુકીની ધરપકડ થઈ તેના કલાકો પહેલાં તેના એક અત્યંત નજીકના માણસને રાજકોટમાંથી જ ઑનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડવાના ગુનામાં પકડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું હતું.

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચે બુકીના માણસની ધરપકડ સત્તાવાર રીતે જાહેર કરી છે જ્યારે અમદાવાદથી પકડાયેલા બુકીની ધરપકડ સાંજ સુધીમાં જાહેર કરશે તેવું જણાવ્યું હતું જોકે એ વાતને 24 કલાક વીતી ગયા છતાં પોલીસે ધરપકડ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નહીં આ મામલે ગઈકાલે પોતાને ‘દીન’ ગણાવતા બુકીને મેથીપાક આપવા બાકડે સુવડાવ્યો ત્યારે ક્રાઇમબ્રાન્ચે આઠ આંકડાની રકમની માંગણી કરી હતી.

બુકી દેકારો કરતો હોય ત્યાંજ તેમને છોડાવવા ‘પીન્ટુ’ નામેં ઓળખાતા વ્યક્તિ,ે દીન’ ને પોલીસ લઇ આવી હોવાનું માલુમ પડતા જ તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ’દીન’ને છોડી મુકવા દરમિયાનગિરી કરી હતી અને છેવટે બુકી ‘દીન’ સાત આંકડાનો વહીવટ કરવા માની જતા તેમને બાકડા પરથી ઉભો કરી એક મહેમાનની જેમ બેસાડી ’ઠંડુ લેશો કે ગરમ’ તેવું કહી આગતા સ્વાગતતા કરી હતી. ‘પીન્ટુ’ પણ એ ડિવિઝન વિસ્તારમાં એક વૈભવી ઓફિસ ધરાવે છે


Related News

Loading...
Advertisement
Advertisement