નાના મવા અને રામાપીર ચોકના ફલાયઓવરની મુલાકાતે કમિશ્નર : ડેડલાઇન ધ્યાને રાખવા ટકોર

25 November 2021 05:27 PM
Rajkot
  • નાના મવા અને રામાપીર ચોકના ફલાયઓવરની મુલાકાતે કમિશ્નર : ડેડલાઇન ધ્યાને રાખવા ટકોર
  • નાના મવા અને રામાપીર ચોકના ફલાયઓવરની મુલાકાતે કમિશ્નર : ડેડલાઇન ધ્યાને રાખવા ટકોર

150 ફુટ રીંગ રોડના બે મુખ્ય ચોકમાં કામ ચાલુ છે : એજન્સીના પ્રતિનિધિઓને સૂચના આપતા કમિશ્નર

રાજકોટ, તા.25
શહેરમાં ટ્રાફિકની સમસ્યાને નિવારી શકાય અને વાહન વ્યવહાર સરળ બનાવી શકાય તે માટે મહાનગરપાલિકા દ્વારા ચાલુ બ્રિજના કામોને ઝડપી પૂર્ણ કરવાના આશય સાથે દિવસ-રાત કામગીરી કરવામાં આવી રહી છે. આજે કમિશનર અમિત અરોરાએ 150 ફૂટ રીંગ રોડ પર નાનામવા સર્કલ અને રામાપીર ચોકડી ખાતેના ફ્લાયઓવર બ્રિજની ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી અને સમયસર કામગીરી પૂર્ણ કરવા સંબધિત અધિકારીને સુચના આપી હતી.

નાનામવા સર્કલ ખાતે નિર્માણ પામનાર ફ્લાયઓવર બ્રિજ ખાતે હાલ 26 ફાઉન્ડેશન પૈકી 15 ફાઉન્ડેશન, 64 ગર્ડર પૈકી 14 ગર્ડર અને 26 પિયરકેપ પૈકી 5 પિયરકેપ બનાવવાની કામગીરી પૂર્ણ થયેલ છે તેમજ રામાપીર ચોકડી ખાતે હાલ 28 ફાઉન્ડેશન પૈકી 12 ફાઉન્ડેશન, 72 ગર્ડર પૈકી 18 ગર્ડર અને 28 પિયરકેપ પૈકી 1 પિયરકેપ બનાવવાની કામગીરી પૂર્ણ થયેલ છે. હાલ બંને ફ્લાયઓવર બ્રિજની કામગીરી પ્રગતિમાં છે. આજે વિઝીટ દરમ્યાન સિટી એન્જી. એચ. યુ. દોઢિયા, પી.એ. રસિક રૈયાણી અને એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement