રાજ્યમાં સરકારી ભરતીમાં બેરોજગારી સામે આવી ગઇ : 15,944 પદ માટે 24 લાખ અરજદારો

25 November 2021 05:30 PM
Rajkot
  • રાજ્યમાં સરકારી ભરતીમાં બેરોજગારી સામે આવી ગઇ : 15,944 પદ માટે 24 લાખ અરજદારો

દરેક પદ પર 150નો દાવો : હજુ વધુ વિભાગોમાં પણ ભરતી ઝુંબેશ છેડાશે

રાજકોટ,તા.25
રાજ્યમાં સરકાર દ્વારા હવે ભરતી ઝુંબેશ શરુ કરાઈ હોય તેવા સંકેત છે. હાલમાં જ રાજ્યના પોલીસ દળમાં સબ ઇન્સ્પેક્ટર, લોકરક્ષક દળની ભરતી શરુ થઇ ગઇ છે તો બીજી તરફ બિનસચિવાલય ક્લાર્ક અને સેક્રેટરીયલ ઓફીસ આસીસ્ટન્ટની ભરતી પણ શરુ થઇ છે અને આગામી પાંચ માસમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે 24 લાખથી વધુ લોકો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે જ્યારે 15,944 પદો છે આમ દરેક 1 પદ માટે 150 ઉમેદવારો મેદાનમાં છે.

ગત વર્ષે કોરોનાના કારણે રાજ્ય સરકારે ભરતીને વેગ આપવાનું ટાળ્યું હતું. લોકરક્ષક દળની 10459 જગ્યાઓ માટે તો બિનહથિયારધારી કોન્સ્ટેબલ, એસઆરપી કોન્સ્ટેબલની સીધી ભરતી કરવામાં આવી રહી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરના 282 સ્થાનો માટે 4 લાખથી વધુ લોકોએ અરજી કરી છે જ્યારે બિનહથીયારધારી સબ ઇન્સ્પેક્ટરની 202 જગ્યા તથા મહિલાઓ માટેની 98 જગ્યાઓ છે.

ઇન્ટેલીજન્સ બ્યુરોમાં 18 ભરતીઓ થઇ રહી છે. આ ઉપરાંત ટીઆરબીના જવાનોને પણ છુટા કરાઈ રહ્યા છે અને તેના સ્થાને 3 વર્ષના કોન્ટ્રાક્ટમાં નવી ભરતી કરવામાં આવશે. આમ સરકારની આ ભરતી ઝુંબેશમાં રાજ્ય સરકાર ખાલી પદો ભરીને ચૂંટણી માટેની આડકતરી તૈયારી પણ કરી રહ્યાનું માનવામાં આવે છે.


Related News

Loading...
Advertisement
Advertisement