ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ ટી-20 સ્ટાઈલની બેટીંગમાં : સંગઠ્ઠનને દોડતું રાખે છે

25 November 2021 05:34 PM
Rajkot
  • ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ ટી-20 સ્ટાઈલની બેટીંગમાં : સંગઠ્ઠનને દોડતું રાખે છે

* ભલે મુખ્યમંત્રી ટી-20 સ્ટાઈલથી રમવા માગતા ન હોય પણ પક્ષએ વ્યૂહ નિશ્ર્ચિત કરી લીધો છે

* સંમેલનોની હારમાળા બાદ હવે કાલે સંવિધાન દિવસ અને બાદમાં જિલ્લા અને મહાનગરમાં કારોબારી તથા વોર્ડ કક્ષા સુધી કાર્યકર્તાઓ સતત મળતા રહે તેવું આયોજન

રાજકોટ,તા. 25
ગઇકાલે સુરતમાં ભાજપે જબરું શક્તિ પ્રદર્શન કર્યા બાદ હવે આગામી દિવસોમાં પક્ષ વધુ કાર્યક્રમોથી ગુજરાતમાં સતત કાર્યકર્તાઓને દોડાવવા જઇ રહ્યું છે તે સમયે પક્ષમાં ચાલતી ચર્ચા મુજબ ભલે મુખ્યમંત્રી પોતે ટવેન્ટી-ટવેન્ટી રમવા આવ્યાનથી તેવું કહેતા હોય પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કોઇ સતાવાર વગર ટવેન્ટી-ટવેન્ટી રમી રહ્યા હોય તેવા સંકેત છે. અને બીજી બાજુ સરકારને પણ તેઓ દોડાવી રહ્યા છે.

બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાનો કાર્યક્રમ લગભગ નિશ્ર્ચિત કરી લીધો છે અને તેઓ દર સપ્તાહે એક જિલ્લાનો પ્રવાસ કરવાની જાહેરાત કરી છે તો હવે પ્રદેશ કારોબારી પૂરી થયા બાદ મહાનગર અને જિલ્લાની કારોબારીનો પ્રારંભ થશે. આ પૂર્વે આવતીકાલે તા. 26નાં રોજ ભાજપ ગુજરાતભરમાં સંવિધાન દિવસ મનાવશે.

આ માસના અંતે રાજકોટ સહિતના મહાનગર અને જિલ્લાઓમાં કારોબારી તથા બાદમાં છેક પંચાયત તથા વોર્ડ કક્ષાએ પણ કારોબારી બોલાવીને કાર્યકર્તાઓને સતત સંપર્કમાં રાખશે. ડિસેમ્બરના મધ્ય બાદ પક્ષના નવા કાર્યક્રમો પણ જાહેર થશે.


Related News

Loading...
Advertisement
Advertisement