રાજકોટના સાત હનુમાન પાસે છગન ઝાપડા નામના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

28 November 2021 11:57 PM
Rajkot Crime
  • રાજકોટના સાત હનુમાન પાસે છગન ઝાપડા નામના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

ભરવાડ પરિવારમાં લગ્ન પ્રસંગ હોય અને સામે જ આવેલી નોનવેજની દુકાને કૂતરા ભેગા થતા હોય તે બાબતે માથાકુટ થતા ખૂની ખેલ ખેલાયો: સામાપક્ષે એક મુસ્લિમ યુવાનને ઇજા: પાંચેક આરોપીઓ હુમલો કર્યો'તો

રાજકોટ:
રાજકોટમાં ફરી એક વાર ખૂની ખેલ ખેલાયો છે. રાજકોટના સાત હનુમાન પાસે છગન ગેલાભાઈ ઝાપડા(ઉ.વ.27, રહે. સોખડા રોડ) નામના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરાતા અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવને પગલે કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાત્રે આઠેક વાગ્યા બાદ સાત હનુમાન મંદિર પાસે ભરવાડ અને મુસ્લિમ શખ્સો વચ્ચે માથાકૂટ થતા મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે કે, ભરવાડ પરિવારમાં લગ્ન પ્રસંગ હોય અને સામે જ આવેલી નોનવેજની દુકાને કૂતરા ભેગા થતા હોય તે બાબતે માથાકુટ થતા ખૂની ખેલ ખેલાયો હતો. એક ચર્ચા એવી પણ છે કે, નોનવેજનો ધંધો કરતા શખ્સે કૂતરો પાળ્યો હોય જે ભરવાર પરિવારના ઘર પાસે જઈ કોઈને કરડી ગયો હોય તે બાબતે પણ માથાકૂટ થઈ હોય શકે. જોકે હાલ આ ઘટનામાં પાંચેક શખ્સોએ ભરવાડ યુવાન છગન ઉપર છરી વડે હુમલો કર્યો છે. જેમાં છગનને છરીના જીવલેણ ઘા ઝીંકાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા તબીબે તપાસી મૃત જાહેર કરતા ભરવાડ પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ તરફ બનાવ વખતે સામાપક્ષે એક મુસ્લિમ યુવાનને ઇજા થતા તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવની જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસના પીઆઇ એન.એન. ચુડાસમા, પીએસઆઈ પ્રદ્યુમ્નસિંહ રોહડિયા (ગઢવી), એએસઆઈ હિતેન્દ્રસિંહ ઝાલા, જયંતીભાઈ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ મકવાણા, કોન્સ્ટેબલ મુકેશભાઈ સબાડ સહિતની ટીમ દોડી ગઈ હતી. પાંચેક આરોપીઓ હુમલો કર્યો હતો તેવી વિગતો મળે છે. પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. બનાવના પગલે ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલમાં ભરવાડ સમાજ લોકો એકત્ર થયા હતા. પ્રસંગ વખતે જ યુવાનની હત્યાથી પરિવાર શોક મગ્ન બન્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement