જામનગરમાં આજે મુકેશ અંબાણીના ઘરે આવશે 85 લાખના બે 200 વર્ષ જૂના દુર્લભ 'જૈતુંન' વૃક્ષ

29 November 2021 12:21 PM
Jamnagar Gujarat India
  • જામનગરમાં આજે મુકેશ અંબાણીના ઘરે આવશે 85 લાખના બે 200 વર્ષ જૂના દુર્લભ 'જૈતુંન' વૃક્ષ
  • જામનગરમાં આજે મુકેશ અંબાણીના ઘરે આવશે 85 લાખના બે 200 વર્ષ જૂના દુર્લભ 'જૈતુંન' વૃક્ષ
  • જામનગરમાં આજે મુકેશ અંબાણીના ઘરે આવશે 85 લાખના બે 200 વર્ષ જૂના દુર્લભ 'જૈતુંન' વૃક્ષ
  • જામનગરમાં આજે મુકેશ અંબાણીના ઘરે આવશે 85 લાખના બે 200 વર્ષ જૂના દુર્લભ 'જૈતુંન' વૃક્ષ

ત્રણ વર્ષ પેહલા સ્પેઇન થી ઇમ્પોર્ટ કરવામાં આવેલ, ત્યારબાદ આંધ્ર પ્રદેશની એક નર્સરીમાં વિકસાવવામાં આવ્યા હતા

જામનગર :
પોતાના અનેક ગુણો માટે જાણીતું ઓલિવ એટલે કે જૈતૂનનું વૃક્ષ હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીના ઘરની શોભા વધારવાનું છે. શુભ ગણાતા 200 વર્ષ જૂના ઓલિવના વૃક્ષને મુકેશ અંબાણી પોતાના ઘરના ગાર્ડનમાં લગાવવાની તૈયારી કરી રહ્યા છે.

મુકેશ અંબાણીના જામનગરના બંગલામાં બે દુર્લભ જૈતુનના વૃક્ષો હશે, જેને આંધ્ર પ્રદેશની એક નર્સરીમાં વિકસાવવામાં આવ્યા છે.

વર્ષો જૂના જૈતૂનના વૃક્ષ (Olea europaea) લગભગ ત્રણ વર્ષ પહેલાં સ્પેનથી આંધ્ર પ્રદેશની ગૌતમી નર્સરીમાં લાવવામાં આવ્યા હતા. બુધવારે આ બે મોટા વૃક્ષોને ટ્રકમાં ભરીને ગુજરાત મોકલવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ આ વૃક્ષો જામનગર સ્થિત અંબાણીના ઘરના બગીચામાં લગાવવામાં આવશે. આ દરમિયાન આ ટ્રકોએ પાંચ દિવસ સફર કરવો પડ્યો. નર્સરીએ વૃક્ષો લાવવાના ખર્ચ અંગે કંઈ જણાવ્યું નથી, જોકે માહિતી મળી છે કે અંબાણીએ બે જૈતૂનના વૃક્ષ પાછળ લગભગ 85 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

અહેવાલ મુજબ આ બે વૃક્ષોની ઉંમર 170થી 200 વર્ષની વચ્ચે છે. ગૌતમી નર્સરીના માલિકે જણાવ્યું કે વૃક્ષો જૂના છે અને તેને મોટી પોલિથીન બેગમાં રાખવામાં આવ્યા છે. તેને વહન કરતી વખતે ટ્રકની મહત્તમ ઝડપ 30 કિમી પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઈએ. આજે 29 નવેમ્બરના રોજ વૃક્ષો જામનગર આવી પહોંચશે.

નર્સરીના અન્ય માલિક મારગાનીએ જણાવ્યું કે તેણે આ વૃક્ષો ત્રણ વર્ષ પહેલા સ્પેનથી આયાત કર્યા હતા. જે બાદ તેને સ્થાનિક વાતાવરણને અનુરૂપ બનાવવા માટે નર્સરીમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે આ વર્ષો જૂના વૃક્ષોને ભારતીય પર્યાવરણને અનુરૂપ બનાવવામાં આવ્યા હતા, ત્યારે તેઓને વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા. તેના પછી વૃક્ષ વિશે જાણ થતાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કેટલાક અધિકારીઓએ તેમની નર્સરીનો સંપર્ક કર્યો અને તેને ખરીદ્યા. એક વૃક્ષનું વજન બે ટન જેટલું હોય છે.

નર્સરીના સંચાલક વીરબાબુ કહે છે, "અંબાણી એક પ્રાણી સંગ્રહાલયનો વિકાસ કરી રહ્યા છે અને સમગ્ર ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેઓ તેમના સંગ્રહમાં ઉમેરવા માટે ઘણી પ્રજાતિઓના દુર્લભ વૃક્ષો એકત્ર કરી રહ્યા છે"

"ઓલિવ વૃક્ષોને પવિત્ર માનવામાં આવે છે અને તે ખૂબ લાંબા સમય સુધી જીવે છે. માનવામાં આવે છે કે આ વૃક્ષ સમૃદ્ધિ લાવે છે. આટલા કદ અને બંધારણનું વૃક્ષ મળવું દુર્લભ છે," વીરબાબુ ઉમેરે છે.

બે ઓલિવ વૃક્ષો સાથે, નર્સરીએ અન્ય એક ડઝન વૃક્ષો અને ઝાડીઓ પણ મોકલ્યા છે, જે અન્ય ટ્રક પર લોડ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કેટલીક સંસ્કૃતિઓમાં જૈતૂનના વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે. ભારતમાં જૈતૂનના વૃક્ષો વ્યવસાયિક રીતે ઉગાડવામાં નથી આવતા, તેમ છતાં ઘણા માને છે કે તેઓ સારા નસીબ અને સારા સ્વાસ્થ્ય લાવે છે. જૈતૂન વૃક્ષો એ વૃક્ષોની પ્રજાતિઓમાંની એક છે જે લાંબા સમય સુધી જીવિત રહે છે. કેટલાક જૈતૂનના વૃક્ષો 1000 વર્ષથી વધુ જૂના હોવાનું કહેવાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement