શેરબજારમાં 1200 પોઈન્ટની જોરદાર ઉથલપાથલ

29 November 2021 04:11 PM
Business India
  • શેરબજારમાં 1200 પોઈન્ટની જોરદાર ઉથલપાથલ

સેન્સેકસમાં ઉઘડતામાં કડાકા બાદ તેજ રિકવરી: ઉછાળે ફરી વેચવાલી: કોટક બેંક, રીલાયન્સ જેવા હેવીવેઈટ શેરોમાં ઉછાળો: રોકડાના શેરોમાં વેચવાલી

રાજકોટ તા.29
શેરબજારમાં ગત સપ્તાહે સર્જાયેલા પ્રચંડ કડાકા બાદ આજે મોટી ઉથલપાથલ સર્જાઈ હતી. સેન્સેકસમાં 1200 પોઈન્ટથી વધુની વધઘટ થઈ હતી. મોટાભાગના શેરોમાં બંને તરફ મુવમેન્ટ જોવા મળી હતી. શેરબજારમાં આજે શરુઆત ગ્રીનઝોનમાં થયા બાદ ગણતરીની મીનીટોમાં જ ધબડકો થઈ ગયો હતો.

આક્રમક વેચવાલીના મારાથી કડાકો સર્જાયો હતો. મોટાભાગના શેરો ગબડી પડયા હતા. પરંતુ નીચા ભાવે એકાએક પસંદગીના શેરોમાં ધુમ લેવાલી શરુ થતા તેજ રીકવરી શરુ થઈ ગઈ હતી અને થોડા સમયમાં માર્કેટ ગ્રીનઝોનમાં આવી ગયું હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે કોરોનાના નવા વેરીએન્ટનો ગભરાટ યથાવત જ હતો છતાં આ વેરીએન્ટ બહુ ગંભીર નહી હોવાના અમુક નિષ્ણાંતોના દાવાને કારણે અમુક અંશે રાહત થઈ હતી. આ સિવાય ભારતીય સંસ્થાઓએ મોટાપ્રમાણમાં નાણાં ઠાલવતા બજાર તેજીના માર્ગે આવી ગયું હતું.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ ઉંચામાં 57626 અને નીચામાં 56382 થયો હતો. 1200 પોઈન્ટથી અધિકની મુવમેન્ટ વચ્ચે 163 પોઈન્ટના સુધારાથી 57271 સાંપડયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 32 પોઈન્ટ વધીને 17059 હતો જે ઉંચામાં 17160 તથા નીચામાં 16782 હતો. શેરબજારમાં આજે કોટક બેંક, ટીસીએસ, રીલાયન્સ, ઈન્ફોસીસ, ટીસ્કો, ટેક મહીન્દ્ર, ટાઈટન, બજાજ ફીન સર્વિસ વગેરે ઉંચકાયા હતા જયારે ભારત પેટ્રો, સનફાર્મા, ઓએનજીસી, ટાટાપાવર, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, આઈટીસી, નેસ્લે, પાવરગ્રીડ, સ્ટેટ બેંક, બજાજ ઓટો વગેરેમાં ઘટાડો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement