'ગોરખધંધા' : ઇસ્કોન મોલમાં સ્પાના નામે કુટણખાનું ઝડપાયું : પાંચ લલનાઓ, બે ગ્રાહકની ધરપકડ

30 November 2021 09:55 AM
Surat
  • 'ગોરખધંધા' : ઇસ્કોન મોલમાં સ્પાના નામે કુટણખાનું ઝડપાયું : પાંચ લલનાઓ, બે ગ્રાહકની ધરપકડ
  • 'ગોરખધંધા' : ઇસ્કોન મોલમાં સ્પાના નામે કુટણખાનું ઝડપાયું : પાંચ લલનાઓ, બે ગ્રાહકની ધરપકડ

સુરત :
સુરતના અલગ-અલગ વિસ્તારોંમાં ચાલતા ગેરકાયદે કૂટણખાના મુદ્દે પોલીસે બાતમીદારોને સક્રિય કર્યા હોય તેમ પિપલોદ રોડ પર આવેલા ઇસ્કોન મોલમાં સુરત પોલીસએ દરોડા પાડી સ્પાની આડમાં ચાલતા દેહવિક્રયના ધંધાનો પર્દાફાશ કર્યો હતો

આટલા મોટા મોલમાં સ્પા ચાલે અને એ પણ ધમધમતા શોપિંગ મોલમાં અને પોલીસને ખબર પણ ના પડે? સુરત પોલીસ મિસિંગ સેલે દરોડા પાડી પાંચ લલના સાથે બે ગ્રાહકને ઝડપી લીધા હતા. આ ઉપરાંત સ્પાના માલિકની પણ ધરપકડ કરી છે.

પિપલોદનાં ભરચક વિસ્તારમાં આવેલા બ્રાન્ડેડ શો રૂમ ધરાવતા ઇસ્કોન મોલમાં સ્પાની આડમાં ગોરખ ધંધા ચાલતા હોવાની પોલીસને બાતમી મળી હતી. સ્પાની આડમાં દેહ વિક્રયનો વેપાર ફૂલ્યો-ફાલ્યો હતો, સને શોપિંગ મોલમાં આવતા યુવકોને રૂપ લલનાઓ પોતાના તરફ આકર્ષિત કરતી રહેતી હતી . કેટલાક તો એવા પણ ગ્રાહકો હતા જે નિયમિત આવતા હતા. પોલીસે બાતમીના આધારે છાપો મારી પાંચ રૂપ લલનાઓને ઝડપી લઇ પૂછ પરછ હાથ ધરી છે. યુવતીઓ ક્યા રાજ્યની છે ? કેટલા સમયથી અહીં કામ કરે છે ? અને તેના સાગરીતો કે અન્ય યુવતીઓ ક્યા વિસ્તારમાં શું કામ કરે છે તેની ઝીણવટભરી તપાસ પોલીસ ચલાવી રહી છે


Loading...
Advertisement
Advertisement