માણાવદરનું ચૈતન્ય હનુમાનજીના મંદિરમાં 88 વર્ષથી અખંડજયોત

30 November 2021 01:06 PM
Junagadh Dharmik
  • માણાવદરનું ચૈતન્ય હનુમાનજીના મંદિરમાં 88 વર્ષથી અખંડજયોત

માણાવદર તા.30
માણાવદર પંથકનું અનોખું હનુમાનજી મંદિર એટલે શ્રી ચૈતન્ય હનુમાન મંદિર માણાવદર કોઈ ટ્રસ્ટ નહિ કોઈ મંડળી નહીં કોઈ ગાદિપતિ પણ નહિ કેવળ રામ ભરોસે છેલ્લા 88 વર્ષથી અખંડ જયોતથી ઝળહળતું શ્રી ચૈતન્ય હનુમાન મંદિર, માણાવદર પંથકનું સૌથી પ્રાચીન અને અવધૂતી મંદિર મનાય છે.

માણાવદરના પ્રાચીન રાજાશાહી વખતના પાવર હાઉસ સામે આવેલું શ્રી ચૈતન્ય હનુમાન મંદિર નવાબીકાળથી અડીખમ ઉભુ છે. આજથી 50 વર્ષ પહેલા સીનેમા ચોકથી રેફરલ હોસ્પિટલ થઈ નવનાલા પાર કરીને ઉકાબાપાની વાડીમાં ચૈતન્ય હનુમાનજીની દેરી અને જર્મન કે પીતળનો ચા પીવાનો પ્યાલો લઈને તેલ, ગોળ, જનોઈને સાત અડદના દાણા નાખીને હનુમાનજીને તેલ ચડાવવા જતા અસલ ખેડૂત પુત્ર એવા ઉકાબાપા હનુમાનજીની સેવા કરતા.

ચૈતન્ય હનુમાનજી મંદિરે 24 કલાક ખુલ્લુ જ હોય છે તેના દર્શન માત્રથી એક અલૌકિક આનંદની અનૂભુતિ થાય છે અનેક લોકોના દુ:ખ દર્દ દૂર કરે છે લોકો માનતા પૂરી કરી દેશ વિદેશથી આવે છે.

માણાવદર પંથકની પાંચ અવદૂથી ચેતનાઓમાં પૂ. બ્રહ્મલીન રઘુવીરદાસ બાપુ, શ્રી નથુરામ શર્માજી (આનંદ આશ્રમ લીંબુડી) પૂ. ડાયારામ બાપુ (નાનડિયા) ભગવાન સ્વામીનારાયણના સખા ભૂદેવ મયારામ ભટ્ટ અને ચૈતન્ય હનુમાન મંદિરમાં નવાબીકાળથી અખંડ જયોત જે અવધૂતી ચેતનાની અનુભૂતિ થાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement