રણબીરકપુર-આલિયાના લગ્ન એક વર્ષ પાછા ઠેલાયા?

01 December 2021 04:25 PM
Entertainment India
  • રણબીરકપુર-આલિયાના લગ્ન એક વર્ષ પાછા ઠેલાયા?

બન્ને એટલા બિઝી છે કે લગ્ન કરવાનો હાલ સમય જ નથી!

મુંબઈ
હાલ કોટરીના-વિકી કૌશલની લગ્નની તૈયારીના સમાચારો મીડીયામાં હોટ બન્યા છે ત્યારે રણબીર કપુર અને આલિયા ભટ્ટના લગ્નની વાતો પણ લાંબા સમયથી મીડીયામાં ચાલી રહી છે પણ આ મામલે નવા ખબર એ છે કે બન્નેના લગ્ન એક વર્ષ માટે ટળી ગયા છે.

હવે બન્નેના લગ્ન આવતા વર્ષે ડિસેમ્બર 2022માં થશે તેવા ખબરો છે. આલિયા અને રણબીર કપુરના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બન્ને કલાકારો પાસે હાલ એટલું તો કામ છે કે આખા વર્ષ દરમ્યાન તેમને લગ્ન કરવાનો સમય જ નથી. બન્ને ડેસ્ટીનેશન વેડીંગ પ્લાન બનાવી રહ્યા છે જે ભારતની બહાર હશે. એટલે તેની તૈયારી અને લગ્ન માટે ઘણો સમય જોઈશે. એવું પણ કહેવાય છે કે રણબીર-આલિયા લગ્ન પહેલા કે લગ્ન બાદ લાંબી રજાઓ પર પણ રહી શકે છે.

હવે એ જોવાનું રહે છે કે રણબીર-આલિયાના લગ્નની તારીખ કયારે જાહેર થાય છે. વર્કફ્રન્ટ જોઈએ તો આલિયા અને રણબીર પહેલી વાર ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં સાથે જોવા મળશે.


Related News

Loading...
Advertisement
Advertisement