‘પૃથ્વીરાજ’ની રિલીઝ પહેલા જ કરણી સેના દ્વારા ફિલ્મનો વિરોધ

01 December 2021 04:26 PM
Entertainment India
  • ‘પૃથ્વીરાજ’ની રિલીઝ પહેલા જ કરણી સેના દ્વારા ફિલ્મનો વિરોધ

વિરોધમાં ગુર્જરો પણ ભળ્યા: ફિલ્મનું ટાઈટલ સન્માનજનક નથી: કરણી સેના

નવી દિલ્હી તા.1
બોલીવુડના ‘ખેલાડી’ સ્ટાર અક્ષયકુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’ એ ટિકીટ બારી પર સુંદર દેખાવ કર્યો છે, હવે તેની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ની આતુરતાથી રાહ જોવાય છે, આ ફિલ્મનું ટિઝર રિલીઝ થયું છે.

આ ફિલ્મ રિલીઝ થાય તે પુર્વે અત્યારથી જ આ ફિલ્મનો વિરોધ શરુ થઈ ગયો છે. કરણી સેના સાથે હવે ગુર્જરો પણ વિરોધમાં ભળ્યા છે. યશરાજ ફિલ્મ્સ પ્રોડકશનની આ આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના ટાઈટલ સાથે કરણી સેનાએ વિરોધ કર્યો છે. કરણી સેનાએ જણાવ્યું છે કે અંતિમ ક્ષત્રિય હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પર બનેલી અક્ષયકુમારની ફિલ્મનું ટાઈટલ માત્ર ‘પૃથ્વીરાજ’ છે, જે આટલા મોટા યોદ્ધા માટે સન્માનજનક નથી, આથી મોટું અપમાન શું હોઈ શકે? ફિલ્મનું ટાઈટલ પૃથ્વીરાજ ચૌહાણ હોવું જોઈએ. ટાઈટલ નહીં બદલાય તો વિરોધ થશે. તેમ રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહે જણાવ્યું હતું તો ગુર્જર નેતા હિમ્મતસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ફિલ્મના વિરોધમાં માત્ર કરણી સેના જ મેદાનમાં નથી કુદી.


Related News

Loading...
Advertisement
Advertisement